Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 474
________________ ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી. તેમ જ મુગલમાંથી ઈન્દ્રિયોને અને મનની વૃત્તિઓને સંકેલી લેવી અને તે વૃત્તિઓને આત્મભાવ તરફ વાળવી. તે વૃત્તિસંક્ષેપ તપ છે. ૧૩) કાયક્લેશ :- એટલે દેહ દમન કરવું. વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. તે કાયક્લેશ તપ કહેવાય. ૧૪) રસપરિત્યાગ :- ઘી, તેલ, દૂધ દહીં આદિ વિગયયુક્ત આહારનો રસાસ્વાદનો ત્યાગ કરવો. તે રસપરિત્યાગ તપ કહેવાય. ૧૫) વૈયાવચ્ચ :- પોતાના સ્વધર્મીઓની તન, મન, ધનથી સેવા કરવી. ઉપકારી સંતસતીજીની તેમ જ ચતુર્વિધ શ્રીસંઘની સેવા ભક્તિ કરવી. તે વૈયાવચ્ચ આત્યંતર તપ કહેવાય. ૧૬) ધ્યાન :- મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન, મોક્ષની સાધનામાં સહાયક તત્વમાં એકાગ્ર-તલ્લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. ૧૭) કાયોત્સર્ગ :- ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્તપાન વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય આદિ અંતરંગ વૈભાવિક પરિણામોનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં લીન થવું તે કાયોત્સર્ગ તપ છે. ૧૮) સમવસરણ :- અરિહંત ભગવાનની ઉપદેશ આપવાની સભાનું નામ. જ્યાં બેસીને તિર્યંચ, મનુષ્ય અને દેવ, પુરુષ અને સ્ત્રીઓ બધા જ તેમની અમૃતવાણીથી કર્ણ તૃપ્ત કરે છે. એની રચના દેવ વિશેષ પ્રકારથી કરે છે. ૧૯) જ્ઞાનાવરણીય કર્મ :- આત્મામાં રહેલી વિશેષ ધર્મને જાણવાની જ્ઞાનશક્તિને જે કર્મ આવૃત્ત કરે, તે કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ૨૦) દર્શનાવરણીય કર્મ :- આત્મામાં રહેલી વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શનશક્તિને જે કર્મ આવૃત્ત કરે તે કર્મને દર્શનાવરણી કર્મ કહેવાય છે. ૨૧) અભિગ્રહિક મિથ્યાત્વ :- સાચા ખોટાનો નિર્ણય કર્યા વિના ખોટાને હઠથી પકડી રાખવું. ૨૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ :- બધા દેવ, ગુરૂને માનવા તે. સર્વ દર્શનને સમાન માનવા. ૨૩) અભિનિવેશિક મિથ્યાત્વ :- પોતાના મતને ખોટો જાણવા છતાં પણ છોડવો નહિ, તેમ જ કુયુક્તિથી તેનું પોષણ કરવું તે. ૨૪) સાંશયિક મિથ્યાત્વ :- સત્યધર્મમાં પણ શંકાશીલ રહેવું તે. દેવાદિ તત્વત્રયીમાં આ આમ હશે કે કેમ? એવો સંશય કરવો. ૨૫) અણાભોગ મિથ્યાત્વ :- જેમાં બિલકુલ જાણપણું નથી તે. આ મિથ્યાત્વ જ્ઞાનના અભાવરૂપ છે. ૨૬) લૌકિક મિથ્યાત્વ :- આ દુનિયામાં જે દેવ, ગુરૂ, ધર્મની વિપરીત સ્થાપના કરેલ છે, તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજવવાં, નૈવેદ આદિ કરવા તે. ૨૭) લોકોત્તર મિથ્યાત્વ :- બીજા પાખંડી મતની પેઠે તીર્થંકર દેવની માનતા કરે (સ્થાયેલ,

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496