Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 475
________________ ચિતરેલ કે ઘડેલ ચીજ કે જેમાં કોઈ પણ જાતનાં ગુણ નથી તેની માનતા પૂજા કરે. ૨૮) સમિતિ :- આવશ્યક કાર્યને માટે યત્નાપૂર્વકની સમ્યક પ્રવૃત્તિ. સમિતિના પાંચ ભેદ છે. ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠા પણ. આ પાંચ સમિતિ સંયમ શુદ્ધિ માટે કહી છે. ૨૯) ગુપ્તિ :- જેના બળથી સંસારના કારણોથી આત્માનું ગોપન અર્થાત્ રક્ષા થાય છે તે ગુપ્તિ છે. મન, વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યફ નિગ્રહ એ ગુપ્તિ છે. ગુપ્તિ ત્રણ પ્રકારની છે – કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ. ૩૦) નવકાશી :- સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે. ૩૧) ચૌવિહાર :- જેમાં અન્ન, પાણી, મેવો અને મુખવાસ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, તે ચૌવિહાર છે. ૩૨) અકામ નિર્જરા :- સ્વેચ્છાથી નિર્જરાની ઈચ્છાથી નહિ, પરંતુ પરાધીનતાથી અથવા અનુસરણ અર્થે પરિસ્થિતિને અનુરૂપ અતિતકર પ્રવૃત્તિઓ કે આહાર આદિ ભોગોનો ત્યાગ કરવાથી કોઈક ક હળવાં થાય છે તેને અકામ નિર્જરા કહે છે. આત્મશુદ્ધિના લક્ષ્ય વિના, સમજ વિના, બાલ તપસ્વી કે એકેન્દ્રિય આદિમાં, સમકિતની હાજરી વિના સહન કરવાથી થતી કર્મ નિર્જરા. ૩૩) બાદર :- એટલે સ્થાવર જીવો જે હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય અથવા ન પણ દેખાય, બે ભાગ થાય તેને બાદર કહેવાય. ૩૪) કંદમૂલ (સાધારણ વનસ્પતિ) :- એટલે જે વનસ્પતિમાં એક શરીરે અનંતા જીવ હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય. તેમ જ જેમાં ભાંગતાં સમાન ભંગ થાય તથા તાંતણા કે રેસા ન હોય તે સાધારણ વનસ્પતિ છે, તેમાં અનંતા જીવો હોય છે. ૩૫) પ્રત્યેક વનસ્પતિ :- જે વનસ્પતિમાં એક શરીરે એક જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહેવાય. ૩૬) ત્રસ :- એટલે જે પોતાની મેળે હાલી-ચાલી શકે. જે જીવ તડકેથી છાંયે જાય ને છાંયેથી તડકે જાય. બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયના જીવો ત્રસ છે. ૩૭) સ્થાવર :- એટલે જે જીવો પોતાની મેળે હલનચલન ન કરી શકે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચે એકેન્દ્રિયના જીવો સ્થાવર છે. ૩૮) ઈન્દ્રિય :- રૂપી પદાર્થોને આંશિક રીતે જાણવામાં સહાયભૂત થાય, તેને ઈન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયો શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એકેક વિષયને ગ્રહણ કરે છે. ૩૯) એકેન્દ્રિય :- જેને એક જ સ્પર્શેન્દ્રિય (કાયા) હોય તેને એકેન્દ્રિય કહેવાય છે. પાંચ સ્થાવર જીવો એકેન્દ્રિય છે. ૪૦) બેઈન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય (કાયા) અને રસેન્દ્રિય (જીભ) હોય તેને બેઈન્દ્રિય કહેવાય, જેમ કે જળો, કીડા, પોરા વગેરે. ૪૧) તેઈન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય (કાયા) રસેન્દ્રિય (જીભ) અને ધ્રાણેન્દ્રિય (નાક) હોય

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496