Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 473
________________ (૨) જેને પારિભાષિક શબ્દો ૧) નવપદ - ‘નમો અરિહંતાણં' આદિ પાંચ પદ તથા ચૂલિકાનાં ચાર પદ. આ રીતે (૫+૪=૯) નવપદ થાય છે. આ નવપદને ‘નવકાર-મંત્ર’ કહેવાય. ૨) અરિહંત :- અરિહંત. અરિ એટલે દુશ્મન. હંત હણનાર. દ્રવ્યથી ૧) જ્ઞાનાવરણીય, ૨) દર્શનાવરણીય, ૩) મોહનીય અને ૪) અંતરાય. આ ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો છે, તથા ભાવથી રાગ-દ્વેષ રૂપી ભાવ શત્રુ, આત્મશત્રુઓનો નાશ કર્યો છે એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુને “અરિહંત' કહેવાય છે. ૩) સીદ્ધ :- સિદ્ધ એટલે જેઓના સર્વ કાર્ય પૂરા થઈ ગયા છે. ઘાતી અને અઘાતી બન્ને પ્રકારનાં કર્મ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે. તેને ‘સિદ્ધ' ભગવાન કહેવાય છે. ૪) આચાર્ય :- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરતા હોય. પોતે ૧) જ્ઞાનાચાર, ૨) દર્શનાચાર, ૩) ચારિત્રાચાર, ૪) તપાચાર અને ૫) વીર્યાચાર. આ પાંચ આચારોનું પાલન કરી અન્યને આચાર પાલનની પ્રેરણા આપનારને “આચાર્ય' કહેવાય છે. તેમ જ સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય. ગુરૂપદમાં જે પ્રથમ છે તેને આચાર્ય કહેવાય. આ ૫) ઉવઝાય :- ઉવક્ઝાય એટલે ઉપાધ્યાય. જે સ્વયં જૈન આગમ-સિદ્ધાંતને ભણે અને ભણાવે, તેમ જ શંકાઓનું શાસ્ત્ર સંમત સમાધાન કરે. ‘ઉપાધિ ટાળીને સમાધિ આપે તે ઉપાધ્યાય કહેવાય. ૬) સાદ્ધ :- સાદ્ધ એટલે સાધુ, અણગાર, વૈરાગ્ય ભાવને પ્રાપ્ત કરી, સળગતા સંસારનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરીને અરિહંત ભગવાનની આજ્ઞાનુસાર “ગર હિટૂઠયા' એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણ ધર્મનું જિંદગી પર્યંત પાલન કરનારને સાધુ, મુનિરાજ કહેવાય છે. ૭) તીર્થકર :- ધર્મના ઉપદેશનાર. જેના ચાર ઘનઘાતિકર્મ નાશ પામ્યા છે અને જેને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે. તેમ જ તીર્થને સ્થાપનાર તીર્થકર કહેવાય. ૮) વિસાયવીસ :- એટલે સંપૂર્ણ વીસે વીસ ટકા. સાધુ-સાધ્વીની દયા સંપૂર્ણ હોવાથી તેને પૂર્વાચાર્યોએ વીસ દોકડા કહી છે. સાધુ ત્રસ અને સ્થાવર બન્ને જાતના જીવોની હિંસાનો ત્યાગ કરે છે. - ૯) તપ :- એટલે ઈન્દ્રિયદમન, તપસ્યા, ઈચ્છાનો નિરોધ, ઉપવાસ આદિ બાર પ્રકારે છે. ૧૦) ઉપવાસ :- છત્રીસ કલાક સુધી અથવા મર્યાદિત સમય માટે ત્રણ કે ચાર પ્રકારના આહાર ત્યાગને “ઉપવાસ' કહે છે. તે બાહ્ય તપનો પ્રથમ પ્રકાર છે. ૧૧) ઊણોદરી - ઊણોદરી એટલે ઓછું ભોજન કરવું. દ્રવ્યથી અને ભાવથી ઓછી વસ્તુનો ઉપયોગ કરવો. તે ઊણોદરી તપ કહેવાય. ૧૨) દ્રશંષેપણ :- એટલે વૃત્તિસંક્ષેપ. સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર,

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496