Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 477
________________ ભિક્ષની પડિયા, પાંચ પ્રકારનો ઈન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર પ્રકારના અભિગ્રહ. આ ૭૦ ભેદના આચરણને કરણ સિતેરી કહે છે. ૫૫) નય :- દરેક પદાર્થના અનેક ધર્મ છે. તેનું અંશ (ગુણ અથવા ધર્મ) જ્ઞાન. જૈનશાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન છે. દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક. આ બે નયોમાં જ બધા નયોનો સમાવેશ થાય છે. ૫૬) ભાવ સત્ય :- ઉદ્દેશ્યની વિશુદ્ધિ હોય તે. ૫૭) કરણ સત્ય :- કરવું, કરાવવું અને અનુમોદનામાં નિષ્ઠાવાન હોય. દેખાડો માત્ર ના હોય. ૫૮) જોગ સત્ય :- મન, વચન અને કાયાનો યોગ સત્ય, નિષ્ઠાપૂર્વક હોય. ૫૯) વિગય :- જે મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવો માદક આહાર. ૬૦) પરઠવું :- યત્નાપૂર્વક પદાર્થનો ત્યાગ કરવો. ૬૧) યોગ :- મન, વચન અને કાયાનો વ્યાપાર કે શુભાશુભ ક્રિયા. આત્મપ્રદેશનું કંપન. ૬૨) નિગોદ :- નિગોદ એટલે નિઃનિરંતર, ગો=ભૂમિ અર્થાત્ અનંતભવ, દEદેનારું. તેમાં સૂક્ષ્મ વનસ્પતિનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા તથા સાધારણ વનસ્પતિનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોનો સમાવેશ થાય છે. અવ્યવહાર રાશીમાં માત્ર નિગોદનાં જ જીવો હોય છે. જ્યારે વ્યવહારરાશીમાં સર્વ જીવો હોય છે. ૬૩) ચઉવીસન્ધો :- ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી હોવાથી લોગસ્સ ને ચતુર્વિશતિ સ્તવ અર્થાત્ ચઉવીસન્થો પણ કહે છે. ૬૪) અતિચાર :- વ્રતભંગ માટે તૈયાર થવું/અંશે વ્રત તૂટે તેવા દોષોનું સેવન કરવું. ૬૫) અદત્તાદાન :- કોઈ પણ વસ્તુને તેના માલિકની આજ્ઞા વિના લેવી તે અદત્તાદાન, એટલે કે ચોરી છે. ૬૬) પચ્ચખાણ :- પચ્ચકખાણ એટલે વ્રત, નિયમ. ઈન્દ્રિયો ઉપર કાબૂ કરવો. ભોગઉપભોગની ઈચ્છાઓનો ત્યાગ કરવો તે. ૬૭) પરીષહ :- મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અને કર્મ નિર્જરાના હેતુથી જે સમભાવપૂર્વક સહન કરવામાં આવે છે તે. ૬૮) ગર્વ :- અભિમાન અને લોભને કારણે થવાવાળા અશુભ ભાવ. ૬૯) કામગુણ :- વિષયભોગને (વાસનાને) ઉત્તેજન આપે તે. ૭૦) મદસ્થાન :- માન મોહનીયના ઉદયથી થવાવાળા આત્માના પરિણામ. ૭૧) સચેત-અચેત :- જે પદાર્થમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાંથી કોઈ પણ પ્રકારના જીવો હોય તે સચેત છે. જે પદાર્થોમાં કોઈ પણ જીવ નથી, જે અગ્નિ આદિથી શસ્ત્ર વડે નિર્જીવ થઈ ગયા અથવા સ્વભાવથી જ જીવ રહિત હોય તે અચેત છે. ૭૨) સૂઝતો-અસૂઝતો પદાર્થ :- અચેત પદાર્થો સાધુસંતોને વહોરાવવા યોગ્ય હોવાથી તે સૂઝતાં પદાર્થ કહેવાય. સચેત પદાર્થો સાધુસંતોને વહોરાવવા યોગ્ય ન હોવાથી અસૂઝતાં કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496