Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 448
________________ ભાવ યતિ શિવકુમાર ઢાલ-૫૭ પતી જે પચ સહ્યા કેરો નામિ સીવકુમાર રે / ભાવ ચારિત્ર થકી વંદો સીલ રહ્યુ નીરધાર રે /. પંચમઈ સુરલોકિ પોહોતો કર્મ કેતુ ખઈ કર્યું / સીલ અંગિ ધયું સાચું નાંમ જગહાં વીસ્તર્યુ //૪૧ // ઉપરોક્ત કડીમાં કવિ ઋષભદાસે ‘ભાવયતિ શિવકુમાર'ના દષ્ટાંત કથાનકના આધારે ચારિત્રનો મહિમા દર્શાવ્યો છે. ભાવયતિ એવા શિવકુમાર શીલ વ્રતનું અખંડ પાલન કરીને દેવલોકમાં ગયા જે નીચેની કથા દ્વારા સમજાય છે. બત્રીસ વિજયોમાંના એક પુષ્પકલાવતી નામના વિજયમાં વિતશોકા નામે સુંદર નગરી હતી. ત્યાં પદ્મરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને વનમાળા નામની રાણી હતી. તેમ જ શિવકુમાર નામે પુત્ર હતો. શિવકુમાર યુવાવસ્થામાં આવતા રાજાએ ઉચ્ચ કુળની સંસ્કારી એવી પાંચસો રાજકન્યાઓ સાથે લગ્ન કરાવી આપ્યા. એકવાર નગરના ઉદ્યાનમાં સાગરદત્ત નામના મુનિવર્ય પધાર્યા. તેઓએ એક માસના ઉપવાસ કર્યા હતા. પારણાના દિવસે નગરીમાં રહેતા સાર્થવાહે મુનિને શુદ્ધ અને નિર્દોષ આહાર વહોરાવ્યો. સુપાત્ર દાનના પ્રભાવથી તે સાર્થવાહના ઘરમાં આકાશમાંથી ધનની વૃષ્ટિ થઈ. આ વાત આખા નગરમાં પ્રસરી ગઈ. પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં બેઠેલા શિવકુમારે પણ એ વાત સાંભળી, એમને પણ દર્શન કરાવાનું મન થયું. પોતાના પરિવાર સાથે મુનિવરના દર્શન કરવા ગયા ત્યારે મુનિવરે આહ ધર્મનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશ સાંભળીને શિવકુમારને દીક્ષા લેવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેમ જ મુનિવર પ્રત્યે અપાર સ્નેહ ઉત્પન્ન થયો, ત્યારે શિવકુમારે મુનિવરને તેનું કારણ પૂછ્યું. મુનિવર પોતે અવધિજ્ઞાની હતા. આથી તેનો જવાબ આપતા કહે છે કે, “હે કુમાર! ગયા ભવમાં તું અને હું બંને ભાઈઓ હતા. તું નાનો ભવદેવ અને હું મોટો ભવદત્ત નામે હતા. આપણી વચ્ચે અપાર સ્નેહ હતો. એક દિવસ ગુરુ મહારાજના ઉપદેશથી વૈરાગ્ય પામીને મેં દીક્ષા લીધી. તારું હિત કરવા મેં પરણેલ એવા તને પણ ગુરુ મહારાજ પાસેથી દીક્ષા અપાવી. તે ભવમાં ચારિત્ર પાળીને આપણે બન્ને સૌધર્મના દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી આ જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં ચક્રવર્તીને ત્યાં મારો જન્મ થયો. સુખપૂર્વક ઉછર્યો અને યુવાવસ્થામાં આવતાં રાજકન્યાઓ સાથે પરણ્યો. પણ એકવાર વાદળાઓને જોઈને સંસારની અસારતા સમજાઈ ગઈ. અને મેં વૈરાગ્ય લઈ લીધો. ત્યારે શિવકુમારે મુનિવરને પુછ્યું કે, “મારું શું થયું.” ત્યારે મુનિવરે કહ્યું કે, “તું પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પદ્મરથ રાજાને ત્યાં શિવકુમાર તરીકે જમ્યો. માટે તને મારા ઉપર ઘણો સ્નેહ થાય છે." આમ મુનિવરે કુમારની શંકાનું સમાધાન કર્યું. આ સાંભળીને કુમારનું મન દીક્ષા લેવા ઉતાવળું થયું.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496