Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કામદેવ શ્રાવક ઢાલ-૭૨ સાગરદત સંભારીઇ, કાંચદેવ ગુણવંત /
સેઠિ સુદરસણ વંદીઇ, જેણઈ રાખ્યું થીર ઢંત // ૯૨ // | સામાયિક વ્રતમાં કેવી સ્થિરતા, દઢતા રાખવી જોઈએ. આ વાત “શ્રી ઉપાસક દશાંગ સૂત્ર'-૨માં આપેલ કામદેવ શ્રાવક દષ્ટાંત કથાનકને આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
શ્રમણ ભગવાન મહાવીરના સમયની વાત છે. ચંપાનગરીમાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું જે સુયોગ્ય તથા પતિ પરાયણ હતી. કામદેવ એક અત્યંત સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેમની પાસે ભોગવિલાસ યોગ્ય સંપૂર્ણ સાધનો હતા.
એકવાર કામદેવના જીવનમાં નવો વળાંક આવ્યો. તેમના વિવેકને જાગૃત થવાનો એક વિશેષ અવસર પ્રાપ્ત થયો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં ચંપાનગરીમાં પધાર્યા. આ સમાચાર મળતાં જ કામદેવ પણ ભગવાનની દેશના સાંભળવા પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ગયા. ધર્મ દેશના સાંભળી તેમનો વિવેક જાગૃત થયો. પૂર્વભવના સંસ્કાર અને સાક્ષાત્ તીર્થંકરનું સાંનિધ્ય તેમ જ ઉદેશ, પરમ વૈભવશાળી ગાથાપતિ કામદેવના ચિત્ત પર અસર કરી ગયો. તેમણે ભગવાન પાસે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. ગૃહસ્થવાસમાં રહેવા છતાં પણ ભોગવાસના, લાલસા અને કામનાને સંયમિત અને નિયમિત કરી, જીવનના દરેક કાર્યમાં આસક્તિને ઘટાડવાનો પ્રયત્ન કર્યો.
કામદેવની ધર્મભાવના પુષ્ટ થતી ગઈ. પોતાના પુત્રને સર્વસ્વ સોંપીને તેઓ જીવનના અંતિમ સમયે ધર્મ સાધનામાં લીન થયા. શીલ, વ્રત, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરેની આરાધનામાં તન્મય બની આત્મભાવમાં રમણ કરવા લાગ્યા.
એકવાર તેમના જીવનમાં કસોટીની ઘડી આવી. તેઓ પૌષધશાળામાં ધ્યાન ભાવમાં મગ્ન હતા. તેમની સાધનામાં વિઘ્ન કરવા માટે અને શ્રદ્ધાની કસોટી કરવા માટે એક મિથ્યાત્વી દેવ આવ્યો. તેણે કામદેવને ભયભીત કરવા માટે અને ત્રાસ આપવા માટે અનેક ભયંકર રૂપો વિફર્વને ધર્મને છોડી દેવા માટે કહેવા લાગ્યો. છતાં કામદેવ દઢ અને સ્થિરભાવે રહ્યા. છેવટે દેવ પરાજિત થઈ પોતાની ભૂલની માફી માંગીને જતો રહ્યો. પછી કામદેવે સ્વીકારેલી પ્રતિમાનું સમાપન કર્યું. આમ કષ્ટ-ઉપસર્ગ આવવા છતાં કામદેવ પોતાની સાધનામાં અડગ રહ્યા.
: સંદર્ભસૂચિ : શ્રી ઉપાશકદશાંગ સૂત્ર અધ્યયન-૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.....
.. પૃ. ૭૦-૭૧