Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અને તેમને ચલિત કરવાં અનેક પ્રયત્ન કર્યા. છતાં સ્થૂલિભદ્ર પોતાની સાધનામાં મગ્ન રહ્યા અને કોશાને આત્મલક્ષી બોધ આપ્યો. કોશા પણ ધર્મનો ઉપદેશ સાંભળી શ્રાવિકા થઈ. આમ મોહના ઘરમાં રહીને પણ સ્થૂલિભદ્રએ પોતાનું શીલવ્રત અખંડ રાખી મોહવિજય બન્યા. એમના શીલવ્રતની સુરભિ સંસારને સુગંધિત કરતી રહેશે, જેમનું નામ શીલ સાધક આત્માઓ પ્રાતઃકાળે પરમાત્માની જેમ સ્મરશે અને ચોરાસી ચોરાસી ચોવીસી સુધી લોકો યાદ કરતા રહેશે. ધન્ય ધન્ય સ્થૂલિભદ્ર!
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ..... ................ પૃ. ૨૧૪
મમ્મણ શેઠ ઢાલ-૫૯ નવઈ નંદ તે ક્યપી હુઆ, સુમણ શેઠ ધન મેલી મુઆ /
સાગર સેઠિ સાગર માહા ગયો, જે જગી સબલો લોભી થયુ // ૬૩ // ૪ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતની અંતર્ગત કૃપણતાનો બોધ સમજાવવા “યોગશાસ્ત્રમાં મમ્મણ શેઠની કથાનું દષ્ટાંત આપેલ છે. આ વાતનો ભાવ ઉપરોક્ત કડીમાં કવિએ દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે.
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલ્લણા નામે પટરાણી હતી. એક વખત રાજા-રાણી ગોખમાં બેસી વરસતા વરસાદમાં રાત્રે વાતો કરતાં હતાં કે, મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી. એવામાં વીજળીના ઝબકારામાં રાણીએ એક માણસને નદીમાંથી તણાઈ આવતા લાકડાં ખેંચતો જોઈ રાજાને કહ્યું કે, “તમે કહો છો કે મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી, તો આ માણસ આવું કામ કેમ કરે છે?” રાજાએ તરત સિપાઈ મોકલી તે માણસને તેડાવીને પૂછ્યું, “તારે શું દુ:ખ છે કે આવી અંધારી રાત્રે નદીમાંથી લાકડાં ખેંચી કાઢે છે?” ત્યારે તેણે કહ્યું, મારી પાસે બે બળદ છે, તેમાં એક બળદનું શીંગડું અધૂરું છે તે પૂરું કરવા ઉદ્યમ કરું છું.”
શ્રેણિક રાજાએ કહ્યું કે, “તને સારા બળદ અપાવી દઉં?” તેણે કહ્યું, “એકવાર તમે મારા બળદને જુઓ પછી અપાવવાનું કહેજો.” બીજે દિવસે સવારે રાજા તેના ઘરે ગયા. રાજાને ભોંયરામાં લઈ જઈ તેણે બળદ બતાવ્યો. તે બળદ નગદ સોનાના હીરામાણેકથી જડેલ જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યા, “તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છે છતાં તું આવા દરિદ્ર વેશે કેમ ફરે છે? અને આવું હલકું કામ કેમ કરે છે?” ત્યારે તેના જવાબમાં કહ્યું કે, “આ સંપત્તિ કાંઈ વધારે નથી. બળદનાં શીંગડાં ઉપર રત્નો જડવા સંપત્તિ ભેગી કરવી જરૂરી છે. તે માટે હું આવા ઉદ્યમ કરું તેમાં શરમ શી? તેમ જ હું ખોરાકમાં પણ તેલ અને ચોળા ખાઉં છું. ખાવા પીવાનો નાહકનો ખર્ચ પણ કરતો નથી.” આ સાંભળી રાજાએ તેનું નામ પૂછયું. તેણે કહ્યું, “મારું નામ મમ્મણ શેઠ છે.”
આમ મમ્મણ શેઠ સંપત્તિ હોવા છતાં અતિ કૃપણતાને કારણે તેમ જ સંપત્તિ ઉપર મૂચ્છભાવ હોવાથી ભોગવી શક્યા નહિ અને અંતે સર્વ ધન મૂકીને મરણ પામ્યા.
: સંદર્ભસૂચિ : યોગશાસ્ત્ર - ભાષાંતરકર્તા શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ ..
• પૃ. ૧૩૭ જૈનશાસનના ચમકતા હીરા - સંપાદક – હરજીવનદાસ વાડીલાલ શાહ.
•.. પૃ. ૧૧૯