Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
નળ રાજ ઢાલ-૭૧ જ મમ ખેલીશ જવટઈ એ, હોઇ તુઝ ધનની હાગ્ય તો /
નલ દવદંતી પંડવા એ, દૂતિ દૂખીઆં જાણ્યું તો // ૯ // ઉપરોક્ત કડીમાં “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આવેલ નળ-દમયંતીના દષ્ટાંત કથાનકને આધારે ધૃત રમવાથી કેવું દુઃખ ભોગવવું પડે છે તે ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કોશલ દેશના રાજા નિષેધને નળ અને કુબેર નામે બે બળવાન કુમાર હતા. યોગ્ય ઉમર થતાં નળકુમારના વિવાહ અતુલ્ય પરાક્રમી વિદર્ભ દેશના કુંડિન નગરના ભીમરથરાયની પુત્રી દવદંતી સાથે થયા. સમય જતા નિષેધ રાજાએ નળને રાજ્ય ઉપર અને કુબેરને યુવરાજપદ પર સ્થાપન કરીને પોતે સંયમ ગ્રહણ કર્યું.
નળ રાજાનો અનુજ બંધુ કુબેર કે જે રાજ્યલુબ્ધ હતો, તે નળ રાજાના છિદ્રને શોધવા લાગ્યો. નળ રાજા સદા ન્યાયવાન હતા તથાપિ તેમને ધૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. જેમ કે “ચંદ્રમાં પણ કલંક છે. કોઈ ઠેકાણે રત્ન નિષ્કલંક હોતાં જ નથી.” હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘૂત રમીને જીતી લઉં. એવા નઠારા આશયથી તે કુબેર હંમેશાં પાસાથી નળને રમાડતો હતો.
એક વખતે નળરાજા કે જે ધૃતક્રીડામાં બંધમોક્ષ કરવામાં ચતુર હતા તે પણ દેવદોષથી કુબેરને જીતવાને સમર્થ થઈ શક્યા નહીં. નળરાજા ધીમે ધીમે ગામડાં, કર્બટ અને કસબા વગેરે ઘુતમાં હારી ગયાં. ત્યારે દવદંતી ત્યાં આવીને નળ રાજાને સમજાવે છે પરન્તુ નળ રાજાએ તેમનું કાંઈ પણ સાંભળ્યું નહિ. જુગાર ક્રીડામાં અંધ બનેલા નળ રાજા દવદંતી સહિત બધુ અંત:પુર પણ હારી ગયા. તેમ જ અંગ ઉપરના આભૂષણો પણ હારીને ઉતારી આપ્યા. ત્યારે કુબેર નળરાજાને કહે છે કે, “હે નળ! તું સર્વસ્વ હારી ગયો છે. માટે તું અહીંથી ચાલ્યો જા.” ત્યારે નળ રાજા પહેરેલાં વસ્ત્ર સહિત ત્યાંથી ચાલી નીકળે છે. દવદંતી પણ રાજાની સાથે વનમાં ચાલી નીકળે છે. ત્યાર પછી નળ-દવદંતીને વનમાં અનેક દુઃખો આવે છે. આમ દુત રમવા થકી નળ રાજાને તેમ જ દવદંતીને ઘણાં દુઃખો સહન કરવા પડે છે.
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૩, પર્વ-૮ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ........... પૃ. ૨૨૯
પાંચ પાંડવો (ઢાલ-૭૧ જ મમ ખેલીશ જવટઈ એ, હોઈ તુઝ ધનની હાગ્ય તો /
નલ દવદંતી પંડવા એ, દૂર્તિ દૂખીઆં જાણ્યું તો // ૯ // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ પાંડવોના દષ્ટાંત કથાનકના આધારે જુગાર-ધુત રમવાથી ધનની નુકસાની તો થાય, સાથે સાથે કેટલું કષ્ટ ભોગવવું પડે છે તે ભાવનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં ઘણાં વર્ષો પૂર્વે શાંતનુ નામે રાજા થયા. તેમને