Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મધ્ય અને તીવ્ર અધ્યવસાય વડે ગુણવાથી (૯ × ૩ = ૨૭) સત્તાવીશ વિકલ્પ થાય છે.
આમ નિઃસંદેહ કહી શકાય કે જેટલો વ્યાપક અર્થ અહિંસાનો જૈનધર્મમાં બતાવ્યો છે, એટલો બીજે ક્યાંય નથી. સત્ય મહાવ્રત
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરવો સત્ય મહાવ્રત છે. નિયમસાર – ૫૭માં સત્યવ્રતની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે,
रागेण व दोसेण व मोहेण व मोस भास परिणामं ।
जो पजहदि साहु सया विदियवयं होइ तस्सेव ॥५७ ।। અર્થાત્ : રાગથી, દ્વેષથી અથવા મોહથી થવા વાળા મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેનું સદા બીજું વ્રત છે.
રાગ, દ્વેષ, મોહને કારણે અસત્યવચન તથા બીજાને સંતાપ કરાવવાવાળા આવાં સત્ય વચનોને છોડવાં અને દ્વાદશાંગના અર્થ કહેવામાં અપેક્ષારહિત વચનને છોડવાં સત્ય મહાવ્રત છે.*
અહિંસા મહાવ્રતની પરિપૂર્ણતા માટે સત્યની આરાધના આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. સત્યની સાધના વગર અહિંસા અધૂરી છે, અપૂર્ણ છે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે, “સર્વાસિ fધતિ ' સત્યની આરાધનાથી શેષ વ્રત આરાધિત થઈ જાય છે. જોકે અહિંસા પ્રધાન વ્રત છે પરંતુ આચારાંગ ચૂર્ણિ (પૃ. ૧૨૪)માં સત્યને પ્રધાન પદ આપ્યું છે. સત્ય – લક્ષણ અને પરિભાષા
અમરકોશ ૩/૩/૮૩ અનુસાર – સત્ શબ્દ સાધુ, વિદ્યમાન, પ્રશસ્ત, પૂજિત, ધીર, ભવ્ય વગેરેનો વાચક છે. આચાર્ય યાસ્કનાં નિરુક્તકોશ-૩/૧૩ અનુસાર
सत्सु जायते । सत् प्रभवं भवतीति वा । અર્થાત્ : આ સારા લોકોમાં ફેલાય છે. અથવા સારા લોકોમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે તેને સત્ય કહે છે. મહાભારત ૧૬૨/૧૦ શાંતિપર્વમાં સત્યનું લક્ષણ બતાવતા લખ્યું છે કે,
સત્ય નામીચાં નિત્યમવારી તવૈવર | અર્થાત્: નિત્ય, અવિનાશી અને અવિકારી હોવું સત્યનું લક્ષણ છે.
‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર ૨/૫માં કથની અને કરણીના અવિસંવાદને સત્યની સંજ્ઞા આપી છે તેમ જ સંવરદ્વાર ૨/૩ અનુસાર “સર્વ મમ' સત્ય જ ભગવાન છે અને સર્વ રોગમિ સારણ્ય' સત્ય લોકમાં સારભૂત છે કહીને સત્યને પરમ સાધ્યના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું છે. તેમ જ તેનો અચિંત્ય મહિમા પ્રગટ કર્યો છે.
મહર્ષિ પતંજલિએ ‘પાતંજલ યોગસૂત્ર' ૨/૩૬માં દર્શાવ્યું છે કે,