Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મનુષ્યની વાણીમાં અભયની માગણી કરી. રાજાએ તેને આશ્વાસન આપી ભયમુક્ત કર્યું. ત્યાં જ થોડી વારમાં હે રાજન! “એ મારું ભક્ષ્ય છે માટે મને સોંપી દે.' એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. રાજાએ કહ્યું, “તને આ પારેવડું હું આપીશ નહિ. કારણ કે તે મારે શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે.” ત્યારે બાજ પક્ષીએ કહયું, “ભૂખથી પીડાઉ છું. માંસ જ મારો ખોરાક છે. તમે મને તાજું માંસ આપશો?'' ત્યારે રાજા પોતાના દેહનું તાજું માંસ કાઢી આપવા તૈયાર થયા.
ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાંને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા છતાં ત્રાજવું નમતું ન હતું, ત્યારે પોતાનું આખું શરીર ત્રાજવાંના બીજા પલ્લામાં મૂકી દીધું. આ જોઈ નગરજનો, સામંતો, અમાત્ય બીજા મિત્રો વગેરે રાજાને તેમ કરવાની ના પાડે છે પરંતુ મેઘરથ રાજા પોતાના મનથી જરાપણ ચલિત થતા નથી. ત્યાં તો મુગટ, કુંડળ તથા માળા ધારણ કરેલ દેવતા પ્રગટ થાય છે અને કહે છે કે, “હે નૃપતિ! તમો ખરેખર મેરુ પર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાપણ ડગ્યા નહિ. તમને ધન્યવાદ છે.” આમ કહી દેવતા તેમને સંપૂર્ણ સાજા માજા કરી અને સ્વર્ગમાં જતા રહે છે. આમ જીવદયાનું જતન કરવાથી મેઘરથ રાજાનો જયજયકાર થાય છે. ત્યાર બાદ રાજાએ સંયમ લીધો અને વીસ સ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકર ગોત્ર બાંધ્યું. સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. દેવભવ પૂર્ણ કરી વિક્રમસેન રાજાના પુત્ર સોળમા તીર્થંકર ‘શાંતિનાથ' તરીકે જન્મ્યા.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ.........
............ પૃ. ૩૦ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૨ પર્વ-પમ્ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ .............. પૃ. ૨૩૮
મેઘકુમાર ઢાલ- ૪૭ જીવડ્યા એમ પાલીઇ, જિમ ગજ સુકમાલ રે /
પગ અઢી દિવશ તોલી રહ્યું, મેઘ જીવ ક્રીપાલ રે // પ00 // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧માં આપેલ મેઘકુમારના દષ્ટાંત કથાનકના આધારે પૂર્વભવમાં મેરુપ્રભ હાથીના ભવે મેઘકુમારે ઉત્કૃષ્ટ જીવદયા પાળી હતી તેનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે.
મેઘકુમારનો જીવ પૂર્વના ત્રીજા ભવમાં સુમેરુપ્રભ નામનો હાથી હતો. એકવાર જંગલમાં દાવાનળ ફેલાયો. પ્રાણની રક્ષા માટે જીવો દોડાદોડ કરવા લાગ્યા. ભૂખ્યો તરસ્યો તે હાથી પાણી પીવાના વિચારથી કાદવવાળા તળાવમાં ઊતર્યો અને કીચડમાં ફસાઈ ગયો. તે સમયે એક યુવાન હાથી ત્યાં આવી ચડ્યો અને પૂર્વ વૈરથી પ્રેરાઈને જીવલેણ પ્રહાર કરીને તે ચાલ્યો ગયો. તે પ્રહારના કારણે તેણે સાત દિવસ સુધી વેદનાને સહન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં મેરુપ્રભ નામનો હાથી થયો. સંયોગવશ ફરીથી જંગલમાં દાવાગ્નિ પ્રગટ્યો. દાવાનળને જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેને પૂર્વભવના દાવાનળનું સ્મરણ થયું. યથા સમયે તે દાવાનળ