Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અમરેન્દ્રના વધ માટે ફેંક્યું. વજને સામે આવતું જોઈને ચમરેન્દ્ર અત્યંત ભયભીત બની, ઉત્કૃષ્ટ ગતિથી ભાગીને પ્રભુના શરણમાં પહોંચી ગયો. શકેન્દ્ર પણ અવધિજ્ઞાનથી તે જાણ્યું અને પ્રભુ પ્રત્યેની ભક્તિના કારણે વજને પાછું ખેંચવા દોડ્યા. પ્રભુથી ચાર જ અંગુલ દૂર રહેલા વજને પકડી પ્રભુની ક્ષમાયાચના કરી અમરેન્દ્રને અભયદાન આપ્યું.
ચમરેન્દ્રએ પણ પોતાના સામાનિક દેવોને ભગવદ્ શરણની મહત્તા બતાવી. ત્યાર પછી તે દેવોએ સપરિવાર આવી, વિનયપૂર્વક વંદન કરી કૃતજ્ઞતા પ્રગટ કરીને સ્વસ્થાને ગયા. આમ ચમરેન્દ્રએ પણ અરિહંતનું શરણ લઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
: સંદર્ભસૂચિ : શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧ શતક-૩ ઉદ્દેશક-૨ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૪૦૫
હરિકેશીઋષિ ઢાલ-૩૩ કર્મ દૂગંછા મ કરો કોઈ હરિકેસી રષ્ટિ તુ પણિ જોઈ /
ભવ ઊત્તમનો તે પણિ ખોઇ, કુલ ચાંડાલ તણઈ મુની સોઈ છOI/ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૧૨માં અધ્યયનના આધારે કવિ ઋષભદાસે જૈન ધર્મનો દ્વેષ કરવાથી તેમ જ મુનિની નિંદા કરવાથી શું ફળ મળે? તે વાત ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
મથુરા નરેશ શંખરાજાએ સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી. વિચરણ કરતાં એકવાર તેઓ હસ્તિનાપુર પધાર્યા. ભિક્ષાને માટે વિચરતાં શંખમુનિ એક ગલીની નજીક આવ્યા. ત્યાં સૂનકાર જોતાં નજીકમાં રહેતા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂણ્યો. તે ગલીનું નામ “હુતવહ-રચ્યા' હતું. તે ગલી તપેલા લોઢાની સમાન અત્યંત ગરમ રહેતી હતી.
સોમદત્ત બ્રાહ્મણને મુનિઓ પ્રત્યે દ્વેષ હતો એટલે તેણે દ્વેષવશ મુનિને તે જ “હુતવહ રચ્યા'નો ઉષ્ણ માર્ગ બતાવી દીધો. શંખમુનિ નિશ્ચલ ભાવથી ઈર્ષા સમિતિપૂર્વક તે માર્ગ ઉપર ચાલવા લાગ્યા, મુનિના પ્રભાવથી તે ઉષ્ણમાર્ગ એકદમ શીતલ બની ગયો. આ જોઈને સોમદત્ત બ્રાહ્મણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જ સમયે પોતાના મકાનથી ઉતરીને તે જ હુતવહ ગલીમાં ચાલ્યો. ગલીનો ચંદન સમાન શીતલ અનુભવ સ્પર્શતા જ તેને પશ્ચાતાપ થયો. તેણે તરત જ શંખમુનિની ક્ષમા માંગી. શંખમુનિએ તેને ધર્મોપદેશ આપ્યો, જેનાથી તે વિરક્ત થઈને તેમની પાસે દીક્ષિત બની ગયો. મુનિ બન્યા પછી પણ સોમદત્ત જાતિમદ અને રૂપમદ કરતો જ રહ્યો. અંતિમ સમયમાં તેણે બંને મદની આલોચના-પ્રતિક્રમણ ન કર્યો. ચારિત્રપાલનના કારણે તે મરીને સ્વર્ગમાં ગયા. દેવ આયુષ્ય પૂર્ણ કરીને જાતિમદના કારણે મૃત્તગંગાને કિનારે હરિકેશ ગોત્રીય ચાંડાલોના અધિપતિ ‘બલકોટ' નામના ચાંડાલને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયા.
આમ પૂર્વભવમાં તેમણે જાતિમદ-રૂપમદ કર્યો હતો, તેથી ઉત્તમ કુળ ખોઈને ચાંડાલ જેવા નીચ કુળમાં જન્મ લેવો પડ્યો.
: સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧૨મું અધ્યયન - પ્રકાશક – શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ........................... પૃ. ૨૧૭