Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ત્યારે રથનેમિ વસ્ત્રવિહીન દશામાં રાજેમતીને જોઈને કામાતુર થયા. તેમણે રાજેસતીને કહ્યું, “હે ભદ્ર! મેં પૂર્વે પણ તમારી આશા રાખી હતી અને હજુ કહું છું કે હમણાં ભોગનો અવસર છે.” સ્વર ઉપરથી રથનેમિને ઓળખી રાજે મતીએ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકી દીધું અને હિંમતપૂર્વક રથનેમિને સંયમભાવોમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે વૈરાગ્યપ્રેરક વચનોથી શૂરતા અને વીરતાપૂર્વક રથનેમિને પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવી, મનુષ્ય જન્મ અને તેમાં પ્રાપ્ત થયેલા સંયમી જીવનની મહત્તાનું દર્શન સમજાવ્યું. તેમ જ પતિત થયેલા જીવોની પરિસ્થિતિનું ભાન કરાવ્યું.
રથનેમિ પણ મોક્ષગામી જીવ હતા. તેમને સખત પશ્ચાતાપ થયો અને સર્વ પ્રકારે ભોગની ઈચ્છા તજી દીધી અને સંયમભાવમાં પુનઃ સ્થિર થઈ ગયા. રથનેમિએ પ્રભુ નેમનાથ પાસે જઈને પોતાના દુખ્યારિત્રની આલોચના કરી એક વર્ષ સુંદર તપશ્ચર્યા અને ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા.
.: સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન....
- પૃ. ૨૨૯ લક્ષ્મણા સાધ્વી ઢાલ-પપ લક્ષણા નામિ જે માહાસતી. મન મઈલઇ ચુકી સુભ ગતિ /
મનહ વચન કાયા થીર નહી, તે નર સૂખી થાઈ કહી // ૮ // ઉપરોક્ત કડીમાં શીલવ્રતનો મહિમા બતાવતાં કવિ ‘લક્ષ્મણા સાધ્વી'નું દષ્ટાંત આપતા કહે છે કે, શીલભંગનો વિચાર માત્ર કરવાથી પણ લક્ષ્મણા સાધ્વી શુભગતિ ચૂકી ગયા. જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે.
વીતેલી એંસીમી ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે જંબુદાડિમ રાજાની વહાલસોયી પુત્રી લક્ષ્મણા હતી.
લક્ષ્મણા રાજકુમારીનાં લગ્ન લેવાયાં. હજુ ચાર મંગળફેરા ફરે છે, ત્યાં ચોરીમાં તરત વિધવા થઈ. તેમણે સંસાર છોડીને દીક્ષા લઈ લીધી પછી ઘણી શિષ્યાઓની વડલા ગુણી બન્યા. તે ઘણા જ્ઞાની હતા.
એક દિવસ ગામમાં ગુરુ પધારે છે. તેમનાં દર્શનાર્થે આ સાધ્વી સમુદાય જઈ રહ્યો છે. તેમાં રસ્તામાં લક્ષ્મણા સાધ્વીને ખીલી વાગી. પગ ભોંય પર મૂકી શકે નહિ એવી ખૂબ પીડા થવા લાગી એટલે શિષ્યાઓને કહે છે, તમે જાવ હું નહિ આપી શકું. લક્ષ્મણા સાધ્વી પાછાં વળીને આવીને પાટે સૂતાં છે. પગમાં વેદના ઘણી જ હતી. ત્યાં અકસ્માત માળામાં ચકલા-ચકલીના મૈથુનનું દશ્ય જોયું અને મનમાં વિચાર આવ્યો, અહો? અહીં પણ આવું છું? ફક્ત કેવળી, સિદ્ધ ભગવાન અવેદી છે. બાકી બધા વેદી છે. અવેદી ભગવાન વેદીની દશા શું જાણે? લક્ષ્મણા સાધ્વીએ ચકલા-ચકલીના સંયોગનું દશ્ય જોયું અને મન ખસ્યું, ખરાબ વિચારો આવ્યા પરંતુ પછી તરત મન પાછું વાળી લીધું. તરત જ તેમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી અને આવા મનોગત વિચારને માટે પસ્તાવો થયો. પરંતુ લજ્જાને લીધે તેમણે આ દુર્વિચાર માટે ગુરૂ પાસે પ્રાયશ્ચિત ન લીધું અને પોતાની મેળે જ તેના