Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
બધો ઉપદ્રવ વધી પડ્યો હતો કે ધન માલ વિનાના સંખ્યાબંધ લોકો નિરાધાર સ્થિતિમાં આવી પડ્યા હતા. એક દિવસ પ્રજાના આગેવાનોએ એકઠા થઈને રાજાને વિનંતી કરી કે, “હે રાજન! કાંતો ચોરથી અમારા માલનું રક્ષણ કરો, નહિતર અમને રજા આપો તો બીજા નિરૂપદ્રવ રાજ્યમાં જઈને રહીએ.”
ત્યારે રાજા એકદમ આવેશમાં આવીને બોલી ઊઠ્યા કે, “અહો! મારી પ્રજા આટલી બધી દુ:ખી!” ચોરને શોધવા રાજા પોતે જ ખઞ લઈ નીકળી પડ્યા. ચોરનાં સ્થાનકે રાજા ઘણું ક્ય, આખરે થાકી એક દેવળમાં સૂઈ ગયા. મધ્યરાત્રિના સમયે કોઈ એક મંક નામનો ચોર ત્યાં આવ્યો અને બોલ્યો કે, “અહીં કોણ સૂતું છે?" રાજા કપટથી બોલ્યા કે, “હું પરદેશી કાપડી છું.” ચોરે પરદેશી જાણીને કહ્યું, “ચાલ મારી સાથે તને ધનવાન બનાવું.” રાજા તેની પાછળ ગયા. એક શેઠનું ઘર ફોડી ધન કાઢ્યું અને રાજાને માથે તે ઉપડાવ્યું. ત્યાંથી એક જીર્ણ ઉદ્યાનમાં જઈ એક ભોયરું ઉઘાડ્યું, રાજા સહિત ચોર અંદર ગયો. ત્યાં એક સ્વરૂપવાન સ્ત્રી હતી. ચોરે તેને કહ્યું, “બેન! આ આવેલ આપણા અતિથિના પગ ધોઈ નાખ' ભાઈનો હુકમ થતાં જ એક કૂવાના કિનારા પર તેને લઈ જઈ તેના પગ ધોવા બેઠી. તેના પગનો કોમળ સ્પર્શ થતાં તેને દયા આવી. તેણે રાજાને કહ્યું કે, “તું અહીંથી ભાગી જા.” રાજા પણ સમય ઓળખીને ત્યાંથી ભાગી ગયા. રાજા દૂર ગયા એટલે તેણીએ બૂમ પાડીને કહ્યું કે, “ભાઈ, આ માણસ નાસી જાય છે.” ચોર ખડ્ઝ લઈ પાછળ ગયો. અંધારામાં રાજા એક થાંભલા પાછળ સંતાઈ ગયા અને ચોર પણ અંધારામાં જ તે થાંભલા ઉપર પ્રહાર કરીને એમ સમજ્યો કે મેં માણસને મારી નાંખ્યો છે ને ચોર પાછો ફર્યો. ચોર મળવાથી રાજા ખુશ થઈને મહેલમાં પાછા ક્ય. રાજા બીજે દિવસે તે ચોરને બોલાવવા કોટવાળને મોકલે છે. ચોરને સભામાં બોલાવી રાજાએ તેને માન આપીને તેની બેનની માંગણી કરી. ચોરે પણ પોતાની બેન રાજાને આપી. રાજાએ તેને રાણી બનાવી. ચોરને નોકરીમાં રાખ્યો અને ધીરે ધીરે તેની પાસેથી બધું દ્રવ્ય મેળવી લીધું. પછી રાજાએ જેનું જેનું ધન ચોરાયું હતું, તે બધાંને પાછું આપ્યું અને તે મંડુક ચોરને મારી નંખાવ્યો. આ પ્રમાણે ચોરી કરનાર ચોર પોતાનો સંબંધી હતો, છતાં પણ રાજાએ તેને મારી નંખાવ્યો. આમ ચોરી કરનાર કદી સુખી તથા વિશ્વસનીય થતો નથી.
: સંદર્ભસૂચિ : યોગશાસ્ત્ર – પ્રકાશ દ્વિતીય - ભાષાંતરકર્તા - શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ .............. પૃ. ૧૧૮
અંબડ સંન્યાસીના શિષ્યો ઢાલ-પર પંચ સહ્યા પર શાશનિ, તાપસ જલ પ કંઠ રે /
વા વીનાં જગિ તે સમ્યા, પણ્ય ન હુઆ ઊલંઠ રે // ૬૪ // અદત્ત વિરમણ વ્રતને દઢતાપૂર્વક ટકાવીને અનશનનો સ્વીકાર કરનાર એવા અન્ય તીર્થના ૫૦૦ શિષ્યોએ સમાધિ મરણને પ્રાપ્ત કર્યું. આ વાત “શ્રી ઔપપાતિક સૂત્ર'માં આપેલ અંબડ પરિવ્રાજકના શિષ્યોના દષ્ટાંત કથાનકમાં દર્શાવી છે. ઉપરોક્ત કડીમાં પણ કવિએ આ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે.
અવસર્પિણી કાલના ચોથા આરાના અંત ભાગમાં તે સમયે ભગવાન મહાવીર સ્વામી સદેહે