Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
બિરાજતા હતા. તે સમયે એકવાર ગ્રીષ્મઋતુના જેઠ માસમાં અંબડ પરિવ્રાજકના 900 અંતેવાસી શિષ્યો ગંગા નદીના બંને કિનારાઓથી કાંપિલ્યપુર નામના નગરથી પુરીમતાલ મહાનામના નગર તરફ જવા નીકળ્યા.
તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં ગામ રહિત લાંબા અને વિકટ માર્ગવાળા એક જંગલમાં પહોંચી ગયા. તે જંગલમાં થોડુંક ચાલ્યા, ત્યાં જ પોતાની સાથે લીધેલું પાણી ક્રમપૂર્વક પીતાં પીતાં સમાપ્ત થઈ ગયું તેઓ નિર્જન જંગલમાં ચારેબાજુ જલ આપનાર જલદાતાને શોધવા લાગ્યા. શોધવા છતાં કોઈ જલદાતા મળ્યો નહીં. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, આ નિર્જન અટવીમાં કોઈ જલ આપનાર નથી અને આપણને અદત્ત-આપ્યા વિના લેવું કે તેનું સેવન કરવું કલ્પનીય નથી. તો આ આપિત્તકાળમાં પણ આપણે અદત્ત જલને ગ્રહણ ન કરીએ તેનું સેવન ન કરીએ અને આપણી પ્રતિજ્ઞાનો નાશ ન થાય તે માટે પાદપોપગમન અનશનનો સ્વીકાર કરી, મૃત્યુની આકાંક્ષા ન કરતાં આપણે સ્થિત થઈએ. આ પ્રમાણે પરસ્પર કહીને કષાય અને શરીરને કૃશ કરવા માટે સંલેખનાની આરાધનામાં શાંતભાવથી સ્થિર બની ગયા. આમ તેમણે પોતાનો તાપસધર્મ રાખ્યો અને મહાન પદને વર્યા.
: સંદર્ભસૂચિ : શ્રી ઔપપાતિક સૂત્ર/વિ./૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.......... .................... પૃ. ૧૩૦
દ્રમક ભિખારી ઢાલ- ૫૩ ચીત ચોખ નીત રાખીઈ, રાખિં બહુ સુખ હોય રે |
મન મછલઈ દૂખ પામીઓ, દ્રમક ભીખારી જોય રે // ૭૨ // અદત્તાદાન વિરમણ વ્રતના અંતર્ગત મહાપરિગ્રહી તેમ જ મેલા મનવાળા દુઃખી થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં આપેલ દ્રમક ભિખારીના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે.
એક દ્રમક નામનો ભિખારી હતો. તેણે ભીખ માંગી માંગીને એક હજાર કાર્દાપણ (એક પ્રકારના સિક્કા) ભેગાં કર્યો. એકવાર આ બધાં કાર્દાપણ સાથે લઈને એક સાર્થવાહની સાથે તે પોતાના ઘરે જવા નીકળ્યો. રસ્તામાં તેણે ભોજન માટે એક કાષપણ આપીને કાકિણીઓ લીધી અને પ્રતિદિન થોડીક કાકિણીઓ ખર્ચીને ભોજન લેતો હતો. આમ કેટલાંક દિવસ વીતી ગયા. હવે તેની પાસે એક કાકિણી (અર્થાત ૨૦ કોડી) બચી હતી. આ એક કાકિણી કોઈ જગ્યા પર એ ભૂલી આવ્યો. થોડેક દૂર જઈને તેને પેલી કાકિણી યાદ આવી. દ્રમક ભિખારી પોતાની પાસે રહેલી કાષપણની થેલીને એક ખાડો ખોદી તેમાં મૂકી દીધી અને પેલી એક કાકિણી લેવા દોડતો દોડતો ગયો પરંતુ તે જ્યારે ત્યાં પહોંચી ત્યારે પેલી કાકિણી ત્યાં ન હતી. બીજા કોઈના હાથમાં આવી ગઈ હશે. ત્યારે દ્રમક ભિખારી મનમાં ને મનમાં દુઃખી થતો પાછો ર્યો પરંતુ આ બાજુ કાર્દાપણની થેલી લઈ એક માણસ ભાગી ગયો અને આમ તે લૂંટાઈ ગયો. જેમ તેમ તે ઘરે પહોંચ્યો. આમ એક કાકિણીમાં મન રાખવાથી તેનું બાકીનું ધન પણ ગયું અને દુ:ખી થયો.
: સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - સંપાદક – વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ .... ........
.................. પૃ. ૧૩૦