Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ઢાલ-૫૫
રહ્યા. એકવાર યુગબાહુ પોતાની પત્નીને લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ઉદ્યાનમાં જલાદિ ક્રીડા કરીને રાત્રે ત્યાંના કદલી ગૃહમાં જ નવકાર મંત્રનું સ્મરણ કરતો સૂતો.
ત્યારે મણિરથ રાજાને ખબર મળી કે યુગબાહુ, મદનરેખા એકલાં છે અને સાથે ઉદ્યાનમાં અલ્પ માણસો જ છે તે તક જોઈ વિકારવશ ખડ્ઝ લઈ યુગબાહુને મારવા ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનના માળીને કહ્યું, “મારો નાનો ભાઈ એકલો ઉપવનમાં રહે તે ઠીક નહીં.” એમ સમજાવી કદલીગૃહમાં પ્રવેશ્યા. રાત્રે એકાએક મોટા ભાઈ આવ્યા છે તે જોતાં યુગબાહુ ઊભો થઈને મણિરથને નમસ્કાર કરવા નીચે નમ્યો. ત્યારે તરત જ મણિરથ રાજાએ જોરથી ખડ્ઝ વતી પ્રહાર કર્યો. આમ સ્ત્રીના રૂપ પાછળ મોહિત થઈને મણિરથ રાજાએ પોતાના સગા ભાઈને મારી નાખ્યો.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ..........
......... પૃ. ૬૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .............................. પૃ. ૧૫૫
| મુનિવર કુંડરિક હવઈ મુનીવરનો કહુ અવદાત, પૂડરીક નૃપ કેરો ભ્રાત /
ભોગતણી ઈશ્વાઈ થયું, કુડરિક સાતમિ ઈ ગયું //૬00 // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી જ્ઞાતાધર્મ સૂત્ર'/અધ્યયન/૧૯ના આધારે બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં ચલાયમાન થયેલા કુંડરિક મુનિએ હજાર વર્ષની તપ સંયમ સાધનાના ફળને ગુમાવી નરકગામી બન્યા તેનું દષ્ટાંત આપ્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજા મહાયજ્ઞને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરિકને રાજગાદી આપી અને નાના પુત્ર કુંડરિકને યુવરાજ પદવી આપી પોતે દીક્ષા લઈ કર્મક્ષય કરી મુક્તિ પામ્યા. એક વેળા મહાતત્ત્વજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિનાં વૈરાગ્ય વચનામૃતથી પુંડરિકને દીક્ષાના ભાવ જાગ્યા અને નાના ભાઈ કુંડરિકને રાજ્ય ગ્રહણ કરવાનું કહ્યું. ત્યારે કુંડરિક પોતે ચારિત્ર લેવા તૈયાર થયા અને પુંડરિકે રજા આપતાં તેમણે દીક્ષા અંગીકાર કરી. કુંડરિક મુનિ અગિયાર અંગ ભણ્યા પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેમના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા. ત્યારે પુંડરિક રાજાએ તેમને પોતાની વાહનશાળામાં રાખી તેમને રોગ રહિત કર્યા. ત્યાં સ્વાદિષ્ટ ભોજનો કરવાથી મુનિ રસમાં લોલુપ થઈ ગયા. પરંતુ પુંડરિક રાજાએ કુંડરિક મુનિને સમજાવીને પાછા તેમના ગુરુ પાસે મોકલ્યા.
| ફરી એકવાર વસંતઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા નગરજનોને જોઈને ચારિત્રાવરણીય કર્મના ઉદયથી કુંડરિક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. પુંડરિકિણી નગરીની અશોકવાટિકામાં આવીને એમણે ઓઘો મુખપટી વૃક્ષે લટકાવી દીધાં અને નિરંતન તે પરિચિંતવન કરવા લાગ્યા કે પુંડરિક મને રાજ આપશે કે નહીં? વન રક્ષકે રાજા પુંડરિકને આ સમાચાર આપ્યા ત્યારે પુંડરિકે આવીને કંડરિકના મનોભાવ જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પોતાનું રાજ્ય આપી અને દીક્ષાનાં વસ્ત્ર પોતે ગ્રહણ કરી ચાલી નીકળ્યા. કુંડરિક હર્ષ પામતો