Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પટ્ટહસ્તી ઉપર ચઢીને નગરમાં ગયો. મહેલમાં આવી તે દિવસે ઈચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક કર્યા વગર અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીરે નહીં પચવાથી તથા રાત્રિએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ ઉત્પન્ન થયો. “અવસરે વ્રતનો ભંગ કરનાર છે એટલે તે પાપી છે.” એમ ધારીને સેવકોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે,
જે આ રાત્રિ વીતી જાય તો પ્રાતઃ કાળમાં જ સર્વ સેવકોને હણી નાખીશ.” એવી રીતે રૌદ્રધ્યાનમાં વર્તતો તે રાત્રિમાં જ કુંડરિક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આમ તેણે સંયમભ્રષ્ટ કરી નારકી મેળવી.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ .......... શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.....
પૃ. ૪૫૫
પૃ. ૧૧૬
આર્દ્રકુમાર ઢાલ-૫૫ મુનીવર મોટો આદ્રકુમાર, કાંમિં ચાર્ગે કીધુ છાહાર /
બાર વરસ ઘરવાસિ રહ્યું, જે મુક્યું તો સુખીઓ થયું // ૧ // શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ૨/૬માં આપેલ કથાનકને આધારે મહાન તપસ્વી આર્દ્રકુમાર પણ મોહ કર્મના ઉદયથી રાગ ભાવ જાગૃત થતાં સંયમભાવથી પતિત થઈ શીલવ્રતથી ચૂક્યા હતા, આ વાત ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથામાં સમજાય છે.
આદ્રકુમાર પૂર્વભવે સામાયિક નામના ગાથાપતિ હતા. સંસારને અસાર સમજી પતિ-પત્ની બન્નેએ દીક્ષા અંગીકાર કરી. એક વાર સામાયિક મુનિને સાધ્વી પત્નીને જોતાં રાગ ભાવ ઉત્પન્ન થયો. આ જાણીને પત્ની સાધ્વી અનશન કરી શરીરનો ત્યાગ કરી દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. સામાયિક મુનિને આ જાણ થતાં તેઓએ પણ અનશનનો સ્વીકાર કરી શરીરનો ત્યાગ કર્યો. તેઓ પણ દશમા દેવલોકમાં દેવ થયા.
તેમની પત્નીએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી ધનપતિ નામના શ્રેષ્ઠીને ત્યાં પુત્રીપણે જન્મ ધારણ કર્યો. જ્યારે આદ્રકુમાર (મુનિ) પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી આÁક નગરમાં રિપુમર્દન રાજાને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા.
એક વાર અભયકુમારે મોક્ષ સાધનામાં સહાયક એ સામાયિકના ઉપકરણો આદ્રકુમારને ભેટરૂપે મોકલ્યાં. ઉપકરણોને જોઈને તેમને જાતિસ્મરણ ન થયું. પૂર્વભવની સાધનાનું સ્મરણ થતાં સંયમ લેવાના ભાવ જાગૃત થયા અને સ્વયં દીક્ષિત થઈ ગયા. એકવાર વસંતપુર નગરના રમ્યક નામના ઉદ્યાનમાં ભિક્ષુ પ્રતિમાનો સ્વીકાર કરી કાયોત્સર્ગમાં સ્થિત હતા, ત્યારે તે ઉદ્યાનમાં કામમંજરી અને તેની સખીઓ રમત રમી રહી હતી. આ રમતમાંને રમતમાં કામમંજરીએ ધ્યાનસ્થ આર્ટમુનિને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા પરંતુ આટ્વમુનિ ત્યાંથી જતાં રહ્યા. બાર વર્ષ સુધી કામમંજરી પતિની વાટ જોઈને રોજ ભિક્ષુકોને દાન આપવા લાગી. બાર વર્ષ પછી આદ્રમુનિ તે જ નગરમાં પધાર્યા. ત્યારે કામમંજરી આદ્રકમુનિનાં પદ ચિહ્નોથી તેમને ઓળખી ગઈ. મુનિ પણ કર્મના ઉદયના કારણે