Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આધીન થઈને સંયમભાવથી પતિત થઈ ગયા. અને ગૃહસ્થ જીવન વ્યતીત કરતાં એક પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે ફરીથી તેમને સંયમી જીવનનું સ્મરણ થયું અને તેમણે પત્ની પાસેથી રજા માંગી. ત્યારે પનીએ બાળકને સમજાવતાં બાળકે સૂતરના તાંતણે પિતાને વીંટાળી દીધા. પુત્રે બાર આંટા વીંટ્યા હોવાથી આર્દ્રકુમાર બાર વર્ષ સંસારમાં રહ્યા અને ત્યાર પછી પુનઃ સંયમધર્મનો સ્વીકાર કર્યો.
: સંદર્ભસૂચિ : શ્રી સૂયગડાંગ સૂત્ર. બીજો શ્રુતસ્કંધ-અધ્યયન-૬ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન................ પૃ. ૧૧૬
અરણિક મુનિ ઢાલ-૫૫ ' અર્ણક ઋષિ વિષયા ઈ નડ્યું, સીલ ગયું સંયમથી પડ્યું /
ફરી કદ્રુપ સાથિં તે વત્યુ, મુગતિ ગયુ પણિ પૂસ્તગિ ચઢ્યું // ૩ // ઉપરોક્ત કડીમાં અરણિક મુનિનું દષ્ટાંત આપી કવિએ બ્રહ્મચર્ય વ્રતનો મહિમા દર્શાવ્યો છે. મુનિ જેવા મુનિનું પણ સ્ત્રી થકી શીલવ્રત, સંયમનું ભંગ થયું આ વાત નીચેની કથા દ્વારા સમજાય છે.
અરણિક ભદ્રા માતા અને દત્ત પિતાનો એકનો એક દીકરો. માતા અને પિતા ઘણા વખતથી દીક્ષાના ભાવ સેવે છે, પણ નાના અરણિકને કોણ સંભાળે. તે છતાં એક દિવસ ભગવાનની વાણી સાંભળી ત્વરિત નિર્ણય લઈ દીક્ષા લઈ લીધી અને બાપા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળ મુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક બધું જ કામ બાપામુનિ જ કરે છે. આમ મોહવશ મુનિ જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ વ્યાવહારિક કામ કરવા દીધું નહિ. કાળે કરી બાપા મુનિનો સ્વર્ગવાસ થયો.
હવે તો અરણિક મુનિને ગોચરી પાણી માટે જવું પડતું હતું. એક વાર ઉનાળાના દિવસે, તડકો ધોમ ધખતો હતો ત્યારે ઉઘાડા પગે ચાલતાં અરણિક મુનિના પગ બળવા લાગ્યા. આથી વિસામો લેવા એક ગોખ નીચે ઊભા રહ્યા. ત્યાં સામે એક ગોખમાં ઊભેલી માનુનિએ આ મુનિને જોયા. સોહામણી અને મસ્ત કાયા જોઈ તે મોહી પડી. તેણે મુનિને ઉપર બોલાવ્યા. સુંદર મોદકનું ભોજન કરાવ્યું અને આ આવાસમાં રહી જવા તેમ જ બધા ભોગો ભોગવવા મુનિને લલચાવ્યા. મુનિ પણ પીગળી ગયા. મોહમાં ફસાઈ ગયા અને દીક્ષાનું મહાવ્રત ત્યાગી સંસારી બની ગયા. આમ સુંદરી સાથેનો સંસાર ભોગવતાં ભોગવતાં ઘણા દિવસો પસાર થયા.
જ્યારે દીક્ષા લીધેલ માતા સાધ્વીને આ સમાચાર મળ્યા, ત્યારે આ આઘાત માતાજીથી “ સહન ન થયો અને અરણિકને શોધવા જ્યાં ત્યાં જવા લાગ્યાં. એક દિવસ અરણિક માતાની ચીસો સાંભળે છે અને તેમનું મન પાછું પીગળે છે. માતાજી સમજાવે છે કે, સંયમ વિના આ ભવ ભ્રમણામાંથી કોઈ છોડાવી શકે એમ નથી. આ એક જ તરી જવાનો ઉપાય છે. ગમે તે થાય ફરી સંયમ લેવો જ પડશે. ત્યારે અરણિક અનશન કરી પ્રાણ ત્યાગીશ એ શરતે ફરીથી સંયમ લેવા હા પાડે છે. આમ ફરીથી સંયમ લઈ અનશન કરી કાળક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ........