Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૩) શબ્દાનુપાત – મર્યાદિત ક્ષેત્રથી બહારનું કાર્ય કરવાનો પ્રસંગ આવે તો છીંક ખાઈને, ઉધરસ
ખાઈને ખોંખારો ખાઈને અથવા કોઈને બોલાવીને, પાડોશીને સંકેત કરીને કામ કરાવવું. (૪) રૂપાનુપાત - મર્યાદિત ક્ષેત્રથી બહારના કામ માટે મોઢાથી કાંઈ બોલ્યા વગર પોતાનું રૂપ
બતાવીને, મુખદર્શન કરાવીને દષ્ટિથી સંકેત કરી કામ કરાવવું. (૫) બહિઃપુદ્ગલ પ્રક્ષેપ - મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરાવવા માટે કાંકરા વગેરે ફેંકીને
બીજાને ઈશારો કરવો.
“શ્રી રત્નકરંડશ્રાવકાચાર', યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારોના ક્રમમાં ભિન્નતા દર્શાવી છે. પરંતુ ભાવની દૃષ્ટિથી સમાનતા છે.
અતઃ ઉક્ત પાંચ અતિચારો જાણીને તેનો ત્યાગ કરવો અને સમ્યક રીતે વ્રતનું પાલન કરવું. દશમા વ્રતનું ફળ
‘દશાવગાસિક વ્રતની આરાધનાથી જીવ હિંસા આદિ આશ્રવદ્વાનોનો વિરોધ કરે છે. પોતાની ઈચ્છાઓનો વિરોધ કરે છે. ઈચ્છાઓનો નિરોધ થતા તે જીવ બધા વિષયો તરફથી તૃષ્ણારહિત બની જાય છે અને તેથી પૂર્વે કરેલાં કર્મોને ખપાવે છે. તેમ જ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. અગિયારમું વ્રત - પૌષધવત (પૌષધોપવાસ વ્રત - ત્રીજું શિક્ષાત)
‘પૌષધ' અને “પ્રોષધ' આ બન્ને શબ્દ “પર્વ (પર્વ-તિથિઓ)ના અર્થમાં પ્રયુક્ત થયા છે.
અભિધાન રાજેન્દ્રકોશમાં ‘પોસહ’ શબ્દનું સંસ્કૃત સમાન્તર શબ્દ “પૌષધ' પણ લીધો છે. ‘પૌષધ' શબ્દની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજીએ કહ્યું છે કે, અષ્ટમી, ચૌદશ, પૂર્ણિમા આદિ પર્વ દિવસોમાં કરવામાં આવતાં વ્રત વિશેષને ‘પૌષધ' કહે છે.” અત: ‘પોષધ' શબ્દ “પર્વ'નો પર્યાયવાચી શબ્દ છે.
તેમ જ અભિધાન રાજેન્દ્રકોશમાં “પોષધ' શબ્દની નિરુક્તિ આપતાં કહ્યું છે કે, “પોષ પુષ્ટિ પ્રમાદ્ ઘસ્ય દત્તે રોતીતિ પોષg: I’ જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેને “પોષધ' કહે છે. ધર્મસંગ્રહમાં પોષધવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે,
आहार-तनुसत्काराऽब्रह्म-सावद्यकर्मणाम् ।
ત્યા : પર્વ-ચતુષ્ટયાં, તબિંદુ પૌષધદ્રતમ્ રૂ અર્થાત્ : આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપવ્યાપારનો ચાર પર્વોમાં ત્યાગ કરવો તેને . પૌષધવ્રત કહ્યું છે.
નિગ્રંથ પ્રવચન અનુસાર જે વ્રતથી ધર્મનું, આત્માના સ્વાભાવિક ગુણોનું અથવા છ કાય જીવોનું પોષણ થાય છે એને પૌષધવ્રત કહે છે. યોગશાસ્ત્રમાં પણ પૌષધવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે,
चतुःपा चतुर्थादि कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्याग: पौषधव्रत ।।८५।।