Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
જવું એ પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ.
આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા વ્રત અને તપની આરાધના છે.
આપણને હેરાન કરતી અંદરની વૃત્તિને તોડવા માટે જ વ્રત તપની (આરાધના) સાધના કરવાની છે. વૃત્તિને તો તે વ્રત’ બાહ્યાભ્યાંતર તપનું આપણા જીવનમાં અનુસંધાન રચાય તો બ્રહ્મચર્યાદિ વ્રતો મહાન તપશ્ચર્યામાં પરિણમે. જે વૃત્તિનું સ્વરૂપ જાણે તે સાધક જ વ્રતનું મૂલ્ય સમજી શકે. તપશ્ચર્યા દરમ્યાન સંતદર્શન, શ્રવણ અને સ્વાધ્યાય આંતર ચેતનાને જાગૃત કરવામાં અને તપને આગળ વધવામાં પ્રેરક બને છે. તપની સાત્ત્વિક પ્રવૃત્તિ સાથે દાનનો મહિમા જોડાયેલો છે. ત્યાગ વૈભાવિક વૃત્તિને બદલવામાં સહાયક થાય છે.
વ્રત ધારણ કરવાથી ચારિત્રનો વિકાસ થાય છે. તેમ જ અવ્રતીને જે નિરર્થક આશ્રવ આવે છે, તેનાથી બચી શકાય છે. અનર્થકારી કર્મબંધ અટકી જાય છે. અવિરતિ એટલે ભોગ તરફની દોટ અને વિરતિ એટલે તે દોટ ઉપર બ્રેક. બ્રેક એટલે પ્રતિજ્ઞાપૂર્વકનો ત્યાગ.
વ્રતી જીવનનું નરકાદિ દુર્ગતિમાં ભ્રમણ થતું નથી. તેનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસોન્મુખ બને છે, ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મશાંતિની ઉપલબ્ધિ થાય છે. તે શબ્દો દ્વારા અવર્ણનીય છે. તેથી પ્રત્યેક સહસ્થ પોતાના જીવનને વ્રતમય બનાવવું તે અતિ આવશ્યક છે. તેઓ જીવનની સાધનાને ઉત્તરોત્તર આગળ વધારતા રહે ત્યારે જ તે માનવ જીવનને સફળ બનાવી શકે છે.
| નવકારશીના નાનાં વ્રતરૂપી ઝરણાંનો પ્રવાહ સંલેખના વ્રતના મહાસાગર સુધી વિસ્તરે તે જૈનદર્શનના તપની-વ્રતની લાક્ષણિકતા છે. આમ બાહ્ય અને આત્યંતર વ્રતરૂપી તપને આપણે માત્ર કર્મ નિર્જરાના સાધન રૂપે જ સ્વીકારવું જોઈએ.
કોઈ પણ નાનામાં નાનો સામાન્ય માનવી પણ ઉદાત્ત ભાવનાથી શરીરશક્તિ પ્રમાણે નાનાં મોટાં વ્રત-તપ કરીને તપધર્મનું સેવન કરી શકે છે. તેની સાથે જ અનેક જીવોને અભયદાન આપીને તે દાનધર્મનું પણ આચરણ કરે છે. માટે જ શાસ્ત્રકારોએ તપને અદ્ભુત કલ્પવૃક્ષની ઉપમા આપી છે, તે યથાયોગ્ય છે.
‘શ્રી અંતગડદશા સૂત્ર' આદિ જૈનાગમોમાં તેમ જ હરિવંશ પુરાણ’ અને ‘વ્રતવિધાન સંગ્રહમાં વ્રતોનાં વિવિધ નામો જોવા મળે છે. જેમ કે રત્નાવલી, કનકાવલી, નન્દીશ્વર, પંડિતવ્રત, સમકિત ચોવીસી, સમવસરણ, સર્વાર્થસિદ્ધિ, કૌમારસપ્તમી, નંદસપ્તમી વગેરે વ્રતોનાં નામ આપ્યાં છે.
જૈન-વ્રત-તપ'માં ડૉ. સરયૂબેન દોશીએ પાંચસો જેટલાં વ્રત-તપની માહિતી આપી છે. એનું વર્ગીકરણ કરીને પ્રકરણ વાર, તપની સમયાવધિ પ્રમાણે ક્રમિક રીતે ગોઠવણ કરી છે. વળી આ કાળમાં કેટલાંક વ્રત-તપ કરવા કઠીન છે પરંતુ તે જાણવા જરૂરી છે, એવા બધા જ સંપ્રદાયોનાં વિવિધ વ્રતોનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત આ વ્રત-તપ લેવાની વિધિ, વ્રતનું પચ્ચકખાણ, આવશ્યક ક્રિયા, ધારણા, વ્રત-તપ પાળવાની વિધિ વગેરેનું સુંદર આલેખન કર્યું છે. આમ પ્રથમ વ્રત
સ્વર્ગસ્થતિક વ્રતથી લઈને “ચાતુર્માસક્ષમણ વ્રત' (દિવસ ૧૨૦-ઉપવાસ ૧૨૦) સુધી વિવિધ વ્રતોનો ઉલ્લેખ કર્યો છે.