Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૩) અબ્રહ્મચર્ય વિરમણ – બૌદ્ધદર્શનમાં પણ ભિક્ષુ-ભિક્ષુણી માટે પૂર્ણ બ્રહ્મચર્ય પાલનનું વિધાન
છે, તેમ જ ગૃહસ્થ સાધક માટે સ્વપતિ/સ્વપત્ની સુધી જ સહવાસને સીમિત કરવાનું
વિધાન છે. (૪) મૃષાવાદ - જૈન પરંપરાની જેમ બૌદ્ધ પરંપરામાં પણ ભિક્ષુ માટે અસત્ય ભાષણ વર્જિત છે.
ભિક્ષુ ન સ્વયં અસત્ય બોલે, ન બીજા પાસેથી અસત્ય બોલાવે, ન બીજા કોઈને અસત્ય બોલવાની અનુમતિ આપે. તેમ જ ભિક્ષુએ હંમેશાં કઠોર વચનનું પરિત્યાગ કરી નમ્ર, મધુર
વચન બોલવાનું વિધાન છે. (૫) સુરામેય મદ્ય વિરમણ – બૌદ્ધ ભિક્ષુ અને ગૃહસ્થ બન્ને માટે સુરાપાન, મદ્યપાન અને નશીલા
પદાર્થોનું સેવન વર્જિત છે. વિકાલ ભોજન વિરમણ – બૌદ્ધદર્શનમાં ભિક્ષુઓ માટે વિકાલ ભોજન તેમ જ રાત્રિભોજન ત્યાજ્ય બતાવ્યો છે. ઉપર્યુક્ત દષ્ટિથી જોઈએ તો બૌદ્ધદર્શનમાં વર્ણિત ભિક્ષુ/ગૃહસ્થ આચાર જૈનદર્શનમાં વર્ણાવેલ
વ્રતો સાથે સામ્ય ધરાવે છે. યોગદર્શનમાં વ્રતનું સ્વરૂપ
જૈન પરંપરામાં મુખ્ય વ્રતોને અણુવ્રત અથવા મહાવ્રત કહ્યા છે. તેમ યોગદર્શનમાં તેને પાંચ યમ કહ્યાં છે. જૈનદર્શનમાં જેટલું મહત્ત્વ વ્રતનું છે, તેટલું જ યોગદર્શનમાં યમનું મહત્ત્વ છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ યમનો ઉલ્લેખ મળે છે. મહર્ષિ પાતંજલિએ કહ્યું છે કે,
__ अहिंसा सत्यास्तेयब्रह्मचर्यापरिग्रहायमा: । અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ યમ છે.
યમનો અર્થ છે ઉપરમ, અભાવ. હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આ બધાનો અભાવ થવો એ યમ છે. મન, વચન, શરીરનાં નિયંત્રણને યમ કહે છે. એના પાંચ ભેદ છે. જેમ કે, (૧) અહિંસા – શરીર, વાણી અથવા મનથી કામ, ક્રોધ, લોભ, મોહ, ભય વગેરે મનોવૃત્તિઓ
સાથે કોઈ પણ પ્રાણીને શારીરિક, માનસિક પીડા અથવા હાનિ પહોંચાડવી હિંસા છે અને તેમાંથી બચવું અહિંસા છે. અહિંસા જ બધા યમ-નિયમોનું મૂળ છે. એની સાધના અને સિદ્ધિ માટે બીજા યમ અને નિયમ છે. અહિંસા વ્રતની સિદ્ધિથી આત્મિક તેજ વધે છે. આખું વિશ્વ તેના માટે “વસુધૈવ કુટુમ્'
બની જાય છે. (૨) સત્ય – વસ્તુનું યથાર્થ જ્ઞાન જ સત્ય છે. મન, વચન અને કાયથી સત્ય બોલવું, પ્રિય
બોલવું. તેમ જ તે સત્ય ન બોલવું કે જે અપ્રિય હોય. જેની સત્યમાં દઢસ્થિતિ થઈ જાય છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું કહે છે તેવું જ થાય છે. સત્યની પ્રબળતાથી તેનું અંતઃકરણ સ્વચ્છ નિર્મળ થઈ જાય છે.