Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કીર્તિધરનર નાથ ઢાલ-૧૪ વચન તણો પરીસો વીકરાલ, અંગ્યા વીનાં ઉઠઈ છઈ ઝાલ /
ક્રોધ ચઢઇ તતકાલ // ૩૭ // વચન ખમઈ તે જગવખ્યાત, યમ ખમી શકોશલ તાત
કીર્તધર નરનાથ // ૩૮ // વચનથી જ ક્રોધાગ્નિ ઉત્પન્ન થાય છે એટલે વચનનો પરીષહ ઘણો જ વિકરાળ કહેવાય. તેથી તેને જીતવો મુશ્કેલ છે. જે વચનને ખમી (સહી) જાય છે, તે જગવિખ્યાત બને છે. ઉપરોક્ત કડીમાં આ વાત કવિએ સુકોશલના પિતા ‘કીર્તિધર’ના દષ્ટાંતના આધારે કરી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે.
પૂર્વે અયોધ્યા નગરીમાં કીર્તિધર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે રાણી હતી અને સુકોશલ નામે પુત્ર હતો. એકદા જૈનાચાર્ય ત્યાં પધાર્યા. તેમના મુખેથી ધર્મોપદેશ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પોતાની નાની વયના સુકોશલ પુત્રને રાજ્ય કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તેમની પત્ની સહદેવીને તે ગમ્યું નહિ.
એક વાર કીર્તિધર રાજા કે જે દીક્ષા લઈ મુનિ બન્યા છે, તે ફરતા ફરતા ઘણે વરસે અયોધ્યા નગરીમાં પધાર્યા. પોતાને છઠ્ઠનું પારણું હોવાથી ત્રીજે પ્રહરે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા નગરીમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં રાજમાર્ગે આવતાં રાજમહેલમાં રહેલી તેમની સંસારપક્ષી સહદેવી રાણીએ જોયા, જોતાવેંત જ રાણીના મનમાં દુષ્ટ તર્ક વિતર્કો આવ્યા. તે રાણી સ્વભાવે ઘણી જ ક્રોધી હતી. તેણે વિચાર્યું કે આ મુનિએ મારા સંસારી સઘળાં વિષય સુખનો નાશ કર્યો છે અને જોગી બની ભિક્ષુકની પેઠે ઘેરઘેર ટુકડા માંગે છે. ખેર, બીજું તો કાંઈ નહિ પણ મારા પુત્રને ખબર પડશે કે મારા પિતાજી-મુનિ પધાર્યા છે તો જરૂર તેમનાં દર્શનાર્થે જશે અને તેમનો બોધ સાંભળતાં જ તે પણ કદાચ ત્યાગી બની ચાલ્યો જશે! માટે પાણી પહેલાં પાળ બાંધવી એ જ શાણપણ છે, અત્યારે જ તેને ભૂંડી રીતે મારા માણસો દ્વારા તેના ઉપર અમુક આડ ચડાવી માર મરાવી ગામ બહાર કાઢવો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે.
એમ ધારી શાંત મુદ્રાએ ચાલ્યા આવતા મુનિને પરીષહ ઉપજાવવા તે પાપિણી રાણીએ પોતાના દુષ્ટ માણસોને હુકમ કર્યો કે જાઓ પેલો ઠગારો સાધુ વેષે આવે છે, તે ખરેખર લુચ્ચો અને રાજને નુકસાનકારક છે તે માટે તેને ધક્કા મારી ગામ બહાર કાઢી મૂકો. આ હુકમ સાંભળીને સિપાઈઓએ તરત જ તેનો અમલ કર્યો, મુનિ તે બધું જાણતાં હોવા છતાં પણ અસહ્ય વચન પરીષહને શાંત ભાવે સહન કર્યો. રાણી માટે હૃદયમાં જરાપણ ક્રોધ ન કર્યો અને રાણીનાં જૂઠાં વચનોને સમભાવે ખમી લીધાં.
: સંદર્ભસૂચિ : જૈન-શાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ.........
................ પૃ. ૭૬