Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
:
બન્યા
અભિગ્રહપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવા નીકળ્યા. લોકો પ્રભુને જોઈ દોડી દોડી દર્શન કરવા આવ્યા. હાથી, ઘોડા, રત્નોની ભેટ ધરે છે પરંતુ પ્રભુ કંઈ ગ્રહણ કરતા નથી. એમ કરતાં પ્રભુ શ્રેયાંસકુમારના મહેલની નજીક આવ્યા. પ્રભુને આવતા નિહાળી શ્રેયાંસકુમાર વંદન કરે છે અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે પ્રભુને નિર્દોષ અને પ્રાસુક આહાર જ કલ્પ. ત્યારે શ્રેયાંસકુમારે ઋષભદેવને નિર્દોષ તેમ જ કલ્પનીય શેરડીનો રસ ગ્રહણ કરવા વિનંતી કરી.
આ રીતે અભિગ્રહયુક્ત ભગવંતનો અભિગ્રહ પૂર્ણ થાય છે. દીક્ષા ગ્રહણ કર્યાના ૪૦૦ દિવસ પછી પ્રથમ જ વખત પ્રભુને સૂઝતો આહાર મળ્યો. આમ પ્રભુના સૌપ્રથમ આહારદાતા શ્રેયાંસકુમાર બન્યા.
લોકોને એ વાતનો અફસોસ થવા લાગ્યો કે તેમના અજ્ઞાન ભાવોને કારણે જ ભગવાનને ૪૦૦ દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું. આ જાણી મૌનભાવ ધારણ કરેલા પ્રભુ જવાબ આપે છે, “હે દેવાનું પ્રિયો! તેમાં તમારો દોષ નથી. મારે મારા પૂર્વ કર્મોના ઉદયના કારણે જ આ પીડા ભોગવવી પડી.” અને ભગવાન પોતાના પૂર્વકૃત કર્મની વાત જણાવે છે કે, “સંસારી અવસ્થામાં હું યુગલિકોને અસિ, મસિ, કૃષિ વગેરે વિદ્યા શીખવતો હતો. એક વખત કેટલાક યુગલિકોએ ફરિયાદ કરી કે બળદો ખેતરમાં રહેલા પાકને ખાઈ જઈ નુકસાન પહોંચાડે છે, ત્યારે મેં બળદોના મોઢા ઉપર એક જાળીવાળું કપડું બાંધવા જણાવ્યું. યુગલિકોએ મારા આદેશ પ્રમાણે કપડું બાંધ્યું. ખેતીકામ તો પૂરું થઈ ગયું, પણ બળદના મોઢા ઉપર રહેલું તે કપડું યુગલિકોએ છોડ્યું નહિ. આમ બાર ઘડી સુધી બળદોએ ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું. તેમને બાર ઘડી સુધી મારા નિમિત્તે આહાર પાણીના પ્રાપ્તિમાં અંતરાય પડ્યો. તે કર્મના ફળસ્વરૂપે મને બાર મહિના માટે અહાર પાણીનો અંતરાય થયો.” આમ ષભ ભગવાનને પણ પૂર્વે કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડ્યું.
: સંદર્ભસૂચિ :
જૈન પ્રકાશ – પ્રકાશક – શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ...
મલ્લિનાથ ઢાલ-૨૦ કરમિં યુગલ તે નારકી, મલ્લી હુઓ સ્ત્રી વેદો રે /
શ્રેણીક નર્ચે સધાવીઓ, કલાવતી કર છેદો રે // ૯૬ // પૂર્વે બાંધેલા કર્મ થકી ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથને પણ સ્ત્રીયોનિમાં કેવળજ્ઞાન તથા મોક્ષની પ્રાપ્તિ થઈ. આ વાત શ્રી ‘જ્ઞાતાધર્મ કથા સૂત્ર'-૮ ના આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
પૂર્વભવમાં મલ્લિકુમારીનો જીવ વીતશોકા નગરીમાં મહાબલ નામના રાજાના રૂપે થયો હતો. ધર્મઘોષ મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈને તેમણે પોતાના છ મિત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાતે મિત્રો તપ સંયમથી આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. એકવાર બધાએ મળીને એવો સંકલ્પ કર્યો કે આપણે બધા એક જ પ્રકારની તપસ્યા કરીશું. જેથી બધાનો સાથ આગળના જીવનમાં પણ રહે અને બધાએ નિયમ પ્રમાણે તપસ્યાનો આરંભ