Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
દ્રૌપદી ઢાલ-૨૦ વિકમ તવ દૂબ પાંમીઓ, હંસિ ગલુ જવહારો રે /
કર્મ વસિં વલિ દ્રુપદી, પેખો પચ ભરતારો રે // રOO // પૂર્વભવમાં કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે. આ વાત “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧૬માં દ્રૌપદીના દષ્ટાંત કથાનકમાં વર્ણવેલ છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ જ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથામાં સમજાય છે.
ચંપાનગરીમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને નાગશ્રી નામની સુંદર સ્ત્રી હતી. એકદા તેણે મુનિને કડવા (ઝેરી) તુંબડાંનું શાક વહોરાવ્યું. ફેંકી દેવામાં જીવહિંસા જોઈને મુનિએ કડવા તુંબડાંનું શાક ખાઈ લીધું. ઉત્તમ ભાવમાં લીન થઈ મૃત્યુ પામ્યા અને સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ થયા, જ્યારે નાગશ્રી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. આમ મુનિ હત્યાથી નરકાદિનું ભવભ્રમણ થયું.
અંતે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામે પત્નીની કુક્ષીએ પુત્રી તરીકે જન્મી. માતા પિતાએ તેનું નામ સુકુમારિકા પાડ્યું. યુવાન થતાં લગ્ન કર્યા પરંતુ અંગાર જેવું શરીર લાગવાથી પતિ છોડીને જતો રહ્યો. બીજી વાર લગ્ન કર્યા ત્યારે પણ આમ જ થવાથી સુકુમારિકા બહુ રુદન કરવા લાગી પરન્તુ પિતાનાં હિતવચનો સાંભળી પૂર્વ કરેલા કર્મનું ફળ સમજી સંતોષપૂર્વક રહેવા લાગી.
એક વાર કોઈ સાધ્વી પાસે તેણીએ દીક્ષા ગ્રહણ કરી અને દુષ્કર તપ આદર્યા. થોડા વર્ષોબાદ તેમણે એકાંત વનમાં જઈ છઠ્ઠ, અઠ્ઠમનો તપ કરતાં સૂર્ય સામે જ પ્રગટ દષ્ટિ રાખી આતાપના કરવાની ઈચ્છા થતાં ગુરણીની રજા લઈ, ઉદ્યાનમાં જઈ તેમણે આતાપના શરૂ કરી. અકસ્માતે ત્યાં તેમણે પાંચ યારોથી સેવાતી વેશ્યાને જોઈને એવું નિયાણું બાંધ્યું કે, “જે મેં આદરેલા તપનું કંઈ પણ ફળ હોય તો મને પણ આની જેમ પાંચ ભરથાર મળજો. ત્યાર બાદ આઠ માસ પર્વત સંલેખના કરી સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવી તે પાંચાલ દેશમાં કપિલપુર નામના નગરમાં દ્વપદ નામે રાજાને ત્યાં પુત્રી તરીકે અવતરી, તેનું નામ દ્રૌપદી પાડ્યું.
વખત જતાં દ્રૌપદી યૌવન વયે પહોંચી. દ્રુપદ રાજાએ જાહેર કર્યું કે, જે કોઈ રાધાવેધ સાધશે તેને મારી પુત્રી પરણશે. આ કામ કરવા ઘણા રાજા તથા રાજકુમારોએ મહેનત કરી, પણ કોઈ કરી શક્યું નહિ. ત્યારે અર્જુને ઊભા થઈ આસાનીથી એ પૂતળી વીંધી અને રાધાવેધ સાધ્યો. આથી દ્રૌપદીએ તેના કંઠમાં વરમાળા આરોપી. તે વરમાળા અર્જુનના બીજા ચારે ભાઈઓના કંઠમાં પણ પડી! આમ પૂર્વે કરેલાં કર્મ થકી આ ભવમાં પાંચ ભરથાર દ્રૌપદીને મળ્યા.
: સંદર્ભસૂચિ : જૈન શાસનનાં ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ
પૃ. ૨૮૨ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર - અધ્યયન-૧૬મું – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન....................... પૃ. ૩૫૦
...•••