Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મુનિને પીલી નાખતાં જોઈને આચાર્યને ક્રોધ ચડ્યો. ત્યારે પાલકના વેરનો બદલો લેવા સ્કંદકાચાર્યએ અંતિમ સમયે પચ્ચકખાણ લઈને એવું નિયાણું કર્યું કે, “જો આ તપસ્યાનું ફળ હોય તો હું આ દંડક તથા પાલક મંત્રી તેમ જ તેના કુળ અને દેશનો નાશ કરનારો થાઉં.” આમ ૫૦૦ મુનિઓ આરાધક બન્યા. જ્યારે સ્કંદકાચાર્ય વિરાધક થયા.
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ-૨ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ .................... પૃ. ૮૩
ગજસુકુમાર ઢાલ-૧૫ મુનીવર નીત્ય વંદો, વ્યરૂઓ ગજસુકમાલું /
શરિ અગ્યન ધરતા, જે નવી કોપ્યો બાલુ // ૫૫ // શ્રી અંતગડદશા સૂત્ર' ૩/૮માં આવેલ ગજસુકુમારના દષ્ટાંત કથાનકના આધારે પરીષહ સહીને જે મોક્ષ પામ્યા એવા મુનિ ગજસુકુમારની વાત ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
ગજસુકુમાર સોરઠ દેશની દ્વારકા નગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર હતા. તેમ જ કૃષ્ણના લઘુબન્ધ હતા. બાલ્યવયે વૈરાગ્ય પામ્યા. માતા પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે લગ્ન કરાવ્યા. પણ તરત જ સંસાર છોડી શ્રી નેમિનાથપ્રભુ પાસે દીક્ષા લીધી.
પ્રભુ પાસે આત્મ બોધ સાંભળી ટૂંકામાં ટૂંકા સમયમાં પોતાનું લક્ષ કેમ સધાય તે પૂછતા, “આજે તેમને મોક્ષનું નિમિત્ત છે એમ જાણી ભિક્ષુની બારમી પડિમા વહન કરવાનું કહ્યું.' તે માટે ત્રીજા પ્રહરના અંત ભાગમાં ભગવાનનો આદેશ લઈ દ્વારિકાના સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા.
આ તરફ તેમના સસરા સોમશમાં (સોમિલ) બ્રાહ્મણ યજ્ઞ સામગ્રી લેવા ગયેલા તે સાંજ પડી જતાં, સ્મશાનના ટૂંકા માર્ગે જલદી ઘરે આવવા ત્યાંથી પસાર થયા. મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમારને જોઈને તેઓ ખૂબ ગુસ્સે થયા અને પોતાની પુત્રીનો ભવ બગાડવા માટે યોગ્ય શિક્ષા કરવાના નિર્ણય પર આવ્યા. પાસે જ ચિતા સળગતી હતી, તેમાંથી ધગધગતા અંગારા કાઢી તેમના મસ્તકે મૂક્યા. સળગતી સગડીમાં અંગારા સળગે તેમ ગજસુકુમારના માથા ઉપર અંગારા સળગે છે, ગજસુકુમાર અસહ્ય દુ:ખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઈ બળતું નથી. મારા સસરા ખરેખર મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણા અપરાધ કર્યા છે, તે બધા ખમાવી લઉં. એમ શુક્લ ધ્યાને ચડી ગયા. સસરાએ મને મુક્તિની પાઘડી પહેરાવી. એમ વિચારતાં વિચારતાં કર્મ ખપાવ્યાં. માથું અગ્નિ જ્વાળાએ ફાટી ગયું પણ મરણ થતાં પહેલાં તેઓ અંતકૃત કેવલી થયા અને મોક્ષે ગયા.
: સંદર્ભસૂચિ : શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ ........
...... પૃ. ૨૩૮ શ્રી અંતગડદશા સૂત્ર વર્ગ-૩ અધ્યયન-૮ – પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ......... ....... પૃ. ૩૩