Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અણુની શક્તિ અને વ્રતના મહત્ત્વથી આજનો માનવી અપરિચિત નથી. આજે તો પ્રશ્ન છે કે, માનવ અણુનો ઉપયોગ કઈ રીતે કરે જેથી જીવન આનંદમય અને કલ્યાણકારી બની શકે અને વ્રતને કેવી રીતે અપનાવે કે તે બંધન નહિ સ્વભાવ બની જાય.
આચાર્ય શ્રી તુલસી દ્વારા ઉમ્બોધિત અણુવ્રતનું વિધાન આપણા આ પ્રશ્નોનું સુંદર અને સહજ સમાધાન રજૂ કરે છે. અણુવ્રત કોઈ જાત, વર્ણ, વર્ગ કે સંપ્રદાય વિશેષનું નથી. તેથી તેનું ક્ષેત્ર માનવ-માત્ર બને એ સ્વાભાવિક છે. એ દષ્ટિએ સત્ય, અહિંસા વગેરે નિર્દેશક તત્ત્વોની વ્યાખ્યા વર્તમાનના સંદર્ભમાં કરવામાં આવી છે. તે અગિયાર અણુવ્રતો નીચે પ્રમાણે છે, (૧) કોઈ પણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ કરવો નહિ
(ક) આત્મહત્યા કરવી નહિ, (ખ) ભૃણહત્યા કરવી નહિ. (૨) આક્રમણ કરવું નહિ અને આક્રમક નીતિનું સમર્થન પણ કરવું નહિ. વિશ્વશાંતિ તથા
નિઃશસ્ત્રીકરણને માટે પ્રયત્ન કરવા. (૩) હિંસાત્મક તેમ જ ભાંગફોડવાળી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નહિ (૪) માનવીય એકતામાં વિશ્વાસ કરવો.
(ક) જાતિ, રંગ વગેરેને આધારે કોઈને ઊંચનીચ કે અસ્પૃશ્ય માનવા નહિ
(ખ) સંપત્તિ, સત્તાના આધારે કોઈને ઊંચનીચ માનવા નહિ. (૫) સર્વધર્મ સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ રાખવો. (૬) વ્યવસાય અને વ્યવહારમાં પ્રમાણિકતા રાખવી. (૭) પોતાના લાભ માટે બીજાને હાનિ પહોંચાડવી નહિ – છલના પૂર્વક વ્યવહાર કરવો નહિ. (૮) બ્રહ્મચર્યની સાધના અને સંગ્રહની સીમાનું નિર્ધારણ કરવું. (૯) ચૂંટણીના સંબંધમાં અનૈતિક આચરણ કરવું નહિ. (૧૦) સામાજિક કુરૂઢિઓને આધાર આપવો નહિ. વ્યસનમુક્ત જીવન જીવવું. (૧૧) પર્યાવરણની સમસ્યા પ્રત્યે સદા જાગૃત રહેવું.
(ક) લીલાછમ વૃક્ષો કાપવા નહિ, (ખ) પાણીનો અપવ્યય કરવો નહિ.
અણુવ્રતના આ નિયમો માનવતાના નિયમો છે. આમ અણુવ્રતનાં આ વિધાનો જીવન જીવવાની કળા, નૈતિક ક્રાંતિના વિચારવાહક, સાચાં સામાજિક મૂલ્યોના પ્રતિષ્ઠાપક, રાષ્ટ્ર તથા માનવની ભાવાત્મક એકતાનાં માર્ગદર્શક અને વિશ્વશાંતિના સમાધાન સ્વરૂપે છે.
નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે ઉપર્યુક્ત બધાં જ વ્રતોનાં સ્વરૂપો મોટા ભાગે જૈનદર્શનમાં દર્શાવેલા શ્રાવકધર્મના બાર વ્રતોને મળતાં આવે છે.