Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૩) અસ્તેય (અચૌર્ય) - અન્યાયપૂર્વક કોઈનું ધન, દ્રવ્ય અથવા અધિકાર વગેરેનું હરણ કરવું સ્તેય છે. અધિકારીઓ દ્વારા રિશ્વત લેવી, દુકાનદારો યોગ્ય કિંમતથી વધારે કિંમત લે, તોલમાપમાં ઓછું આપે, વસ્તુમાં મિલાવટ કરે તથા કોઈની આજ્ઞા વગર વસ્તુ લેવી વગેરે ચોરી છે. આ બધાનો ત્યાગ કરવો અસ્તેય છે.મહર્ષિ પાતંજલિએ કહ્યું છે કે, જે વ્યક્તિની અસ્તેય વ્રતમાં પૂર્ણ આસ્થા થઈ જાય છે, તેની પાસે પોતાની મેળે જ સંપત્તિ આવે છે, તેને કોઈ વસ્તુની કમી રહેતી નથી.
(૪) બ્રહ્મચર્ય - બ્રહ્મચર્યનો મતલબ કેવળ જનનેન્દ્રિયને જ નિયંત્રણમાં રાખવી નથી પરંતુ બધી
જ ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ તપ છે. તેનો મહિમા મહાન છે. બ્રહ્મચારી પુરુષ માટે સંસારમાં કોઈ વાત અસંભવ નથી. યોગ-સાધના માટે બ્રહ્મચારી હોવું આવશ્યક છે. બ્રહ્મચર્યથી શક્તિ વધે છે.
(૫) અપરિગ્રહ
યોગદર્શનમાં અપરિગ્રહનો અર્થ કેવળ સંગ્રહ ન કરવો એટલો જ નથી પરંતુ તેઓ માને છે કે મૂર્છારહિત હોવું, કોઈની પણ પ્રત્યે મમત્ત્વ ભાવ ન રાખવો. ભૌતિક સમ્પત્તિનો વધુ સંગ્રહ ન કરવો અપરિગ્રહ છે. અપરિગ્રહથી ચિત્ત શુદ્ધ-નિર્મળ થઈ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે, એનાથી ભૂત અને ભવિષ્યના જન્મનું જ્ઞાન થાય છે.
પાતંજલ યોગસૂત્રના અનુસાર જે જાતિ, દેશ, કાલ અને સમયની સીમાથી રહિત છે તથા બધી અવસ્થાઓમાં પાલન કરવામાં યોગ્ય છે, તે મહાવ્રત છે. યોગદર્શનમાં પણ સંન્યાસી માટે પૂર્ણરૂપથી મહાવ્રત પાલન કરવાનું સૂચન છે.
આ પ્રમાણે યોગ પરંપરામાં દર્શાવેલ વ્રતના સ્વરૂપમાં જૈનદર્શનમાં દર્શાવેલ વ્રત સાથે ઘણી સામ્યતા જોવા મળે છે.
-
વૈદિક પરંપરામાં વ્રતનું સ્વરૂપ
વૈદિક પરંપરા એટલે હિંદુધર્મ જેના પ્રમાણમાં શ્રૃતિ, સ્મૃતિ અને પુરાણ છે. આ સિવાય રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતા વગેરે હિંદુ ધર્મના ગ્રંથો તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગ્રંથોમાં પંચ મહાવ્રત કે અણુવ્રત સ્પષ્ટપણે જોવા મળતા નથી પરન્તુ હિંદુ ધર્મની સૌથી પ્રથમ ધ્યાન ખેંચે તેવી વિશિષ્ટતા તેની અહિંસાની ભાવના છે. જીવદયાના સિદ્ધાંતને કારણે જ હિંદુ ધર્મ વિશ્વમાં અજોડ ગણાય છે. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને અનુકંપા હિંદુ ધર્મનો આદેશ છે. માંસાહાર કરનારો, માંસનો વ્યાપાર કરનારો, માંસ માટે જીવ હત્યા કરનારો સૌ એક સરખા દોષી છે. એમને સ્વર્ગ કદી મળતું નથી. એવું ‘મહાભારત’માં આલેખ્યું છે.
તેવી જ રીતે સત્ય વ્રતનું આલેખન સ્મૃતિ આદિમાં જોવા મળે છે. આચાર્ય મનુના અનુસાર સત્ય બોલવું. પ્રિય બોલવુ, પણ તે સત્ય ન બોલવું જે બીજાને અપ્રિય હોય. ‘શ્રી વ્યાસજી’ના અનુસાર કરણી અને કથનીમાં સત્યતા રાખવી.
બ્રહ્મચર્ય વ્રતને પણ હિંદુ ધર્મમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. પથી ૨૫ વર્ષ સુધીના સમયને બ્રહ્મચર્યાશ્રમ ગણ્યો છે. ગુરુના આશ્રમે રહી, ખૂબ સાદાઈથી અને પવિત્રતાથી વિદ્યા
• 7£