Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
તે ઉપરાંત વ્રતના નવ વિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. જેમ કે, ૧) સાવધિ, ૨) નિરવધિ, ૩) દેવસિક, ૪) નૈશિક, ૫) માસાવધિ, ૬) વર્ષાવધિ, ૭) કામ્ય, ૮) અકામ્ય અને ૯) ઉત્તમાર્થ. આ નવ પ્રકારનાં વ્રતોથી કર્મની નિર્જરા થાય છે. તેમાંય આવ્યેતર તપોનો સમન્વય સાધીને વ્રતિક ઉત્કૃષ્ટ પરિણામો મેળવે છે. તેમનો જીવન પ્રત્યેનો સંપૂર્ણ અભિગમ બદલાઈ જાય છે. આચારવિચારની આમૂલ ક્રાન્તિ તે સહજ રીતે સ્વાભાવિકતાથી સ્વીકારી લે છે.
અતઃ જીવનમાં વ્રતોનું શ્વાસોચ્છવાસ જેટલું જ મહત્ત્વ છે. જેવી રીતે શ્વાસોચ્છવાસને કારણે જીવંત પ્રાણી ઓળખી શકાય છે. તેવી રીતે વ્રતને કારણે સમ્યકત્વની ઓળખ થાય છે. “શ્રી આચારાંગ સૂત્ર’ ૩/ર અનુસાર “સમ્મત્ત હંસા ન રેડ્ડ પર્વ ' અર્થાત્ સમ્યક-દષ્ટિ પાપ કાર્ય કરતાં નથી. વ્રતને કારણે પાપ કાર્યની નિવૃત્તિ થાય છે અને પાપ કાર્યની નિવૃત્તિને કારણે નવીન કર્મોના આશ્રવ રોકાઈ જાય છે. આશ્રવનું રોકાવું એ જ કર્મરૂપી રોગનું ઔષધ છે. ‘ભાવનાશતક'-૬૦ અનુસાર “વિના વ્રત ર્માસ્ત્રવસ્તયા' અર્થાત્ કર્માસ્ત્રવરૂપી રોગ નષ્ટ કરવા માટે વ્રતરૂપી ઔષધનો ઉપયોગ કરવો જરૂરી છે. વ્રત-તપ એક વૈજ્ઞાનિક અભિગમ
કર્મોને તપાવી નાશ કરે તેનું નામ તપ, છતાં તપ માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવામાં પણ ઘણું જ ઉપકારક છે.
ભગવાન મહાવીર પરમ વૈજ્ઞાનિક હતા. જૈન ધર્મના તપમાં વૈજ્ઞાનિક અભિગમ અભિપ્રેત છે. જૈનાચાર્યોએ ઋતુ, કાળ અને સ્થળને લક્ષમાં રાખી વ્રતો અને તપની જે પ્રરૂપણા કરી છે તે શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને અનુકૂળ અને પર્યાવરણ સંતુલન પોષક છે.
“ધ્યાન' દ્વારા તપ સાધના કરવાથી મનોબળ વધે, ચંચળ મન સ્થિર બને અને નિર્ણયશક્તિ વધે. વ્યસનમુક્તિ માટે પણ ધ્યાન ઉપકારક છે.
ઉપવાસ તપ દરમ્યાન ભોજન ન લેવાથી સમગ્ર પાચનતંત્રને પાચન ક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુધ્ધિ કાર્ય આરંભાય છે અને આખા શરીરમાં સ્વશુધ્ધિકરણની પ્રક્રિયા આરંભાય છે. શરીરમાં કોઈ જગ્યાએ વિષદ્રવ્યનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલીસીસ (Autolysis)ની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી
ભાગ શરીરના મહત્ત્વનાં અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવા કામમાં આવે છે. શરીરમાંથી • ઝેર બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય, શરીર નિર્મળ અને નિરોગી બને છે.
આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે. ઉપવાસ, ધ્યાન, પ્રાણાયામ દ્વારા ઘણા રોગો મટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચાર” (Nature cure)માં ગાંધીજીએ ઉપવાસનું ઘણું મહત્ત્વ દર્શાવ્યું છે.
જૈનધર્મમાં રાત્રિભોજનના નિષેધ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે રાત્રિ ભોજન વિષે કહ્યું છે કે, ‘ચઉબિયે પિ આહારે, રાઈ ભોયણ-વણા.' અર્થાત્ અન્ન, પાન,