Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
હત્યા થાય છે, જૈનોમાં સામાન્ય રીતે ફણગાવેલાં અનાજ કે અંકુરિત થતો વૃક્ષનો કોઈ હિસ્સો ખાવો તેને પાપપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે તેમાં અનંતકાય જીવો હોય છે. જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું તે સમયે આપણા તીર્થકરોને આનો ખ્યાલ આવ્યો તે આજે તો આશ્ચર્ય જ લાગે!
જૈનદર્શનમાં બ્રહ્મચર્ય વ્રતના સમ્યક્ પાલન માટે આચારશુદ્ધિ સાથે આહાર ઉપર પણ એટલો જ ભાર મૂક્યો છે.
આ જ વાતને પશ્ચિમના વિચારકો પણ એટલું જ મહત્ત્વ આપે છે. આ અનુસંધાનમાં ડૉ. ‘કાઉએન’ જેઓ અમેરિકાના એક સુપ્રસિદ્ધ એમ.ડી. ડૉક્ટર છે અને એમણે અમેરિકનોમાં બ્રહ્મચર્યના અગણિત લાભો વિજ્ઞાનની દષ્ટિએ પુરવાર કરી તેના પ્રચાર અર્થે ભગીરથ પ્રયત્નો કર્યા છે. તેમણે બ્રહ્મચર્યના સાધક માટે આહારની બાબતમાં નીચે મુજબ ભલામણ કરી છે. (૧) મિતાહારી થવું. સાત્ત્વિક ખોરાક ખાવો. વિકાસ-વાસના, તામસભાવ જગાડે તેવો આહાર
લેવો નહિ. (૨) મીઠું લૂણ બનતાં સુધી વાપરવા નહિ, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા તેમ જ વાસી
આહાર તજી દેવા. (૩) દારૂ અને તમાકુ જેવી બીજી માદક વસ્તુ લેવી નહિ. (૪) મીઠાઈ, તળેલા પદાર્થોનો સદંતર ત્યાગ કરવો.
આ રીતે પૂર્વના આચાર્યોએ અને આધુનિક વિચારકોએ પણ આહારશુદ્ધિની આવશ્યકતા સ્વીકારી છે.
આમ જૈનદર્શનના વ્રત-તપમાં એક વૈજ્ઞાનિક અભિગમ રહેલો જોવા મળે છે. જે આજના વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થાય છે. પર્યાવરણ અને વ્રતોની ઉપયોગિતા
સમગ્ર વિશ્વના માનવોને મૂંઝવતો પ્રશ્ન છે. પર્યાવરણ અને એને માટે જવાબદાર માનવી પોતે જ છે. આજ માનવી એ ભૂલી ગયો છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું જગત છે તો તેનું અસ્તિત્વ છે. માનવી એકલો જીવી શકે નહિ. પ્રભુ મહાવીરે આ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેથી જ તેમણે કહ્યું, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધાની એક સ્વતંત્ર સત્તા છે. તે મનુષ્ય માટે નથી બન્યા. મહાવીરે લોકોને ‘જીવો અને જીવવા દો'. અને “અહિંસા પરમોધર્મનાં સૂત્રો આપ્યાં.
વર્તમાન યુગમાં માનવી બધાં જ તત્ત્વો સાથે મનફાવે તેવો વ્યવહાર કરે છે અને પ્રાકૃતિક સ્ત્રોતનો નાશ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આજનો ભણેલો માનવી કુદરતે આપેલી તમામ નિસર્ગ ભેટને સાચવવાને બદલે તેમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અંતરાય ઊભો કરી રહ્યો છે. વનસ્પતિ જીવોની પણ રક્ષા કરવાને બદલે તેનું નિકંદન કાઢી રહ્યો છે. ઉપભોગવાદમાં સુખ માણતાં માનવીએ પર્યાવરણની સમતુલા ખોરવીને પોતાનો જીવન જીવવાનો લય પણ ખોરવી નાખ્યો છે. જેને કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાતું ગયું છે. વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફારથી ભારત,