Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અર્થાત્ : ચાર પર્વમાં ઉપવાસ આદિ તપ કરવો, પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો, એમ પૌષધવ્રત ચાર પ્રકારનું છે. ‘શ્રી આવશ્યકસૂત્ર’ અનુસાર પૌષધોપવાસ એટલે ‘પૌષષે ૩૫વસન પૌષધોપવાસ: ।' પૌષધમાં ઉપવશન રહેવું તે પૌષધોપવાસ કહેવાય છે.
પૌષધોપવાસ/પૌષધનું સ્વરૂપ
પૌષધોપવાસમાં પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ શબ્દનો અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો તે છે. આત્મગુણોનું સાંનિધ્ય સાધવામાં કેટલાક સમય માટે બહિર્મુખતા નાશ પામે છે. બહિર્મુખતામાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન ભોજનનું છે, તેથી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છે કે એક અહોરાત્ર માટે ગૃહસ્થપણાના સર્વ સંબંધોને છોડીને પ્રાય: સાધુવત્ થઈ, નિશ્ચિત સ્થાનમાં રહી, ઉપવાસ સહિત આત્મગુણોની પોષક પ્રવૃત્તિઓ કરવી તે પૌષધોપવાસ છે.
‘અભિધાન રાજેન્દ્રકોશ’, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' આદિ અનુસાર પૌષધ દિવસ/રાતનું અથવા દિવસ-રાતનું એક સાથે લઈ શકાય છે. એટલે પૌષધ એકસાથે ચાર અથવા આઠ પ્રહરનું લઈ
શકાય.
‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર’માં પ્રોષધોપવાસ ૧૬ પ્રહરના માન્યાં છે. જેમ કે, ઉપવાસના પૂર્વ અને ઉપવાસ પછી એકવાર ભોજન કરવું, એને પ્રોષધ કહે છે. આ પ્રમાણે સોળ પ્રહર સુધી ભોજન આદિ આરંભાચરણ તજવું તે ‘પૌષધોપવાસ’ છે.
પૌષધોપવાસના પ્રકાર
‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિ ગ્રંથોમાં પૌષધોપવાસના ચાર પ્રકાર દર્શાવ્યાં છે. જેમ કે, ૧) આહાર પૌષધ, ૨) શરીર સત્કાર પૌષધ, ૩) બ્રહ્મચર્ય પૌષધ અને ૪) અવ્યાપાર પૌષધ. તે દરેકના બે પ્રકાર છે, ક) સર્વથી અને ખ) દેશથી.
શ્રાવકો પોતાની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે વ્રતનો સ્વીકાર કરી શકે છે.
શ્રી ભગવતી સૂત્ર'માં શંખ અને પુષ્કલી શ્રાવકના કથાનકથી આહાર સહિતનો તથા ચારે આહારનો ત્યાગપૂર્વકનો, આ બન્ને પ્રકારના પૌષધ સિદ્ધ થાય છે.
પ્રચલિત પરંપરા અનુસાર ચારે પ્રકારના પૌષધ સાથે થાય તેને જ પરિપૂર્ણ પૌષધ કહે છે. પૌષધોપવાસની આરાધના શ્રાવક ગમે ત્યારે કરી શકે છે. તેમ છતાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ પાખી વગેરે પર્વતિથિઓ નિશ્ચિત કરી છે.
પૌષધમાં શાતા અને શાંતિ રહે તે માટે આપણા પૂર્વાચાર્યો ૧૮ દોષો ટાળવાનું કહી ગયા છે, તે નીચે મુજબ છે.
૧) શરીરની શોભા માટે શૃંગાર કરવો નહિ, ૨) બ્રહ્મચર્ય પાળવું, ૩) સરસ આહાર કરવો