Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
નહિ, ૪) વસ્ત્રો ધોવાં નહિ, ૫) આભૂષણો પહેરવાં નહિ, ૬) વધારે પડતું ખાવું નહિ (આ છ બોલ પોષાના આગલે દિવસે રાખવાના છે), ૭) અવ્રતીની વૈયાવચ્ચ કરવી નહિ, ૮) શરીરની શુશ્રુષા કરવી નહિ, ૯) મેલ ઉતારવો નહિ, ૧૦) ઘણી નિદ્રા કરવી નહિ, ૧૧) પુંજ્યા વગર ખણવું નહિ. ૧૨) ચાર વિકથા કરવી નહિ, ૧૩) પર નિંદા કરવી નહિ, ૧૪) વ્યાપારની લેણદેણની, હિસાબની કથા વગેરે સંસારી વાતો કરવી નહિ. ૧૫) અંગઉપાંગ જોવા નહિ. ૧૬) ગોત્ર, જાતિ જ્ઞાતિ વગેરે સાંસારિક સંબંધોની વાતો કરવી નહિ. ૧૭) ખૂલે મોઢે બોલવું નહિ, ૧૮) ભય ઉપજાવવો નહિ.
- ઉક્ત અઢાર દોષો ટાળીને શ્રાવક બે કરણ અને ત્રણ યોગથી વ્રત ધારણ કરે છે. પૌષધવ્રતના પાંચ અતિચાર
શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન આદિ ગ્રંથોમાં પૌષધવ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. (૧) અપ્રતિલેખિત -- દુપ્રતિલેખિત શય્યા સંસ્મારક : શય્યા-પૌષધ કરવાનું સ્થાન અને સંસારક,
જેના પર સૂઈ શકાય તેવી ચટાઈ વગેરે પાથરવાનાં ઉપકરણ. તે જોયા વગર વાપરવા અથવા અયોગ્ય રીતે જોવા, જતનાથી ન જોયેલા ઉપકરણોનો ઉપયોગ કરવો. અપ્રમાર્જિત – પ્રમાર્જિત શય્યા સસ્તારક : પોંજ્યા વિનાનું અથવા અયોગ્ય રીતે પોંજેલું સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો. અપ્રતિલેખિત – દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ : મળ, મૂત્ર, કફ વગેરે ત્યાગવાની
જમીન ન જોવી કે અયોગ્ય રીતે જોઈને ઉપયોગ કરવો. (૪) અપ્રમાર્જિત - દુપ્રમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ : પોંજ્યા વિનાના તથા અયોગ્ય રીતે
પોંજેલા લઘુનીત, વડીનીતના ત્યાગનાં સ્થાનનો ઉપયોગ કરવો. (૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન : પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે અથવા યથાવિધિ પાલન
ન કરવું. પૌષધ વ્રતમાં આત્મગુણોનું પોષણ થાય તેવી પ્રવૃત્તિ ન કરી હોય.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', ‘યોગશાસ્ત્ર', તેમ જ “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારમાં થોડા શબ્દફેર જોવા મળે છે, પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા છે.
ઉક્ત પાંચ અતિચાર જાણીને તેનો ત્યાગ કરી સમ્યક રીતે આ વ્રતની આરાધના કરવી. પૌષધવ્રતનું ફળ
ધર્મસંગ્રહ'માં પૌષધવ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, જે મણિરત્નજડિત સુવર્ણનાં પગથિયાંવાળું હજાર સ્થંભવાળું, ઊંચું, સોનાના તળિયાવાળું શ્રી જિનમંદિર કરાવે, તેનાથી તપ સાથેનો સંયમ (પૌષધ) વિશેષ ફળદાયી છે. તેમ જ સત્તાવીસ અબજ, સિત્તોતેર ક્રોડ, સિત્તોતેર લાખ, સિત્તોતેર હજાર, સાતસો સિત્તોતેર પલ્યોપમ અને પલ્યોપમનો સાત નવમાંશ ભાગ, એટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો એક પૌષધ કરવાથી બંધાય છે.
| ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ અનુસાર, શુભભાવપૂર્વક અપ્રમત્ત રહીને પૌષધ કરવાવાળા શ્રાવકના અશુભ કર્મ, દુઃખાદિ નષ્ટ થઈ જાય છે. અને નરક-તિર્યંચગતિનો નાશ થઈ જાય છે, અર્થાત્ તેની સદ્ગતિ થાય છે.