Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વવર્ષ સુધી સ્થિર રહી શકે છે.
ગુણ સંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ પ્રમત સંયત’ છે.
જીવ આ ગુણસ્થાને જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાનવાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદજ્ઞાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. ત્રણ કરણ અને ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે. યથા સમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે. અતઃ મહાવ્રત અને અણુવ્રતની સમ્યફ આરાધના કરનાર સાધક ઉત્તરોત્તર આત્મશક્તિનો વિકાસ કરે છે.
(ગ) વર્તમાન યુગમાં વતની ઉપયોગિતા (સર્વદેશીય ઉન્નતિનો માર્ગ) વતની આવશ્યકતા
પ્રતિજ્ઞા, પચ્ચકખાણ, સોગંદ, શપથ, બાધા, આખડી આ શબ્દો એકાર્થ-વાચક છે. એક જ વાતને બતાવનારા છે. જીવનમાં રહેલી પાપવૃત્તિને રોકવા માટે પ્રતિજ્ઞા-વ્રતની અનિવાર્ય જરૂર છે.
| ‘શ્રાવકધર્મ યાને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય'માં વ્રતની આવશ્યકતા શા માટે ? એનું આલેખન બહુ જ સુંદર રીતે કરતાં કહે છે કે, જીવને સદ્ગરનો બોધ ન મળવાથી તે સદેવ અવ્રતી જ રહે છે પરંતુ જેમ કારીગરના હાથમાં પથ્થર આવે અને તેની સુંદર આકૃતિ બનાવે તેમ ભવ્ય જીવ જો સદ્ગુરુ પાસે આવે તો તે સદ્ગુરુ તેને બોધ આપી વતી બનાવે જેથી તે મર્યાદામાં આવી ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધે.
વ્રત એટલે હિતકારી નિશ્ચયો. મનુષ્ય માત્રના હક્કો માટે સરકારી કાયદાથી આપણે બંધાવું પડે છે અને બંધન તોડે તેને દંડ-કેદની શિક્ષા સહન કરવી પડે, તેમ અહીં સ્વ-પર કલ્યાણ માટે વીતરાગના કાયદાથી આત્મા બંધાય તો જન્મ-મરણના ફેરા ટળે અને તે કાયદા તોડે તો ચારે ગતિમાં પરિભ્રમણ કરે.
દીવાલ વગરના નગરમાં શત્રુને અને કિનારા વગરન સરોવરમાં જળને આવતા મુશ્કેલી નડતી નથી, તેમ વ્રત વગરના આત્માને કર્મનો લેપ લાગ્યા જ કરે છે. માટે વ્રતરૂપી વાડ કરી લેવાથી નિપ્રયોજન કર્મોથી આત્માને બચાવી શકાય છે.
આકાશમાં ઊંચે ઊડવાવાળો પતંગ વિચારે છે, અને દોરના બંધનની શી જરૂર છે? આ દોર ન હોય તો હું સ્વછંદ ભાવથી ગગનવિહાર કરી શકું છું પરંતુ આપણે જાણીએ છીએ કે દોર તૂટવાથી પતંગની શી દશા થાય. દોર તૂટવાની સાથે જ પતંગનો ઉન્મુક્ત વ્યોમવિહારનો સ્વપ્ન ભંગ થઈ જાય છે અને ધૂળમાં મળવું પડે છે. એ જ પ્રકારે જીવનરૂપી પતંગને ઉન્નત રાખવા માટે વ્રતરૂપી દોર સાથે બંધાઈ રહેવું જરૂરી છે.
સંસ્કૃતમાં કહ્યું છે કે, “યુદ્ધ પરું તત્ત્વવિવાર ર ા યેહી સારં વ્રત ધારમાં જ ' અર્થાત્