Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૪) પાપકર્મોપદેશ
બીજાને પાપકાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા, ઉપદેશ, સલાહ આપવી. જેમ કે કોઈ શિકારીને બતાવવું કે અમુક સ્થાન પર શિકાર કરવા યોગ્ય પશુ-પક્ષી ઘણાં છે. હિંસા, યુદ્ધ, ચોરી, વ્યભિચાર વગેરે તથા કુવ્યાપારાદિને માટે બીજાઓને પ્રેરિત કરવાં પાપોપદેશ કહેવાય છે.
શ્રાવક ચાર પ્રકારના દુષ્કાર્યનો ત્યાગ કરી બે કરણ અને ત્રણ યોગથી અનર્થદંડ વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. ઉક્ત ચાર પ્રકારનાં દુષ્કાર્ય ત્યાગ આધ્યાત્મિક પ્રગતિની સાથે ઉત્તમ અને નૈતિક નાગરિક જીવનની દષ્ટિએ પણ અતિ આવશ્યક છે.
અત: અનર્થદંડથી બચવા શ્રાવકે ગૃહસ્થજીવનની અતિ આવશ્યક પ્રવૃત્તિ સિવાય કોઈ પણ અનાવશ્યક ચિંતન, ભાષણ અથવા પ્રવૃત્તિ કરવી નહિ અને મન, વચન, કાયાથી સાવધાન અને સજાગ રહેવું. અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર
શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં નીચે પ્રમાણે આઠમા વ્રતના પાંચ અતિચાર આપ્યા છે. જેમ કે, (૧) કંદર્પ – કંદર્પનો અર્થ કામવિકાર છે. કામવિકારને ઉત્તેજિત કરે તેવા તમામ વચન પ્રયોગો,
અશ્લીલ મશ્કરી, અશ્લીલ દશ્યોનું દર્શન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કંદર્પ નામના અતિચારમાં
થાય છે. (૨) કૌત્કચ - હાથ, મુખ, આંખ આદિથી અભદ્ર ચેષ્ટા કરવી. વિદૂષકની જેમ કુચેષ્ટા કરવી.
તુચ્છતાદર્શક ચેનચાળા કરવા વગેરે. (૩) મૌખર્ય - અધિક વાચાળ હોવું. ઉચિત-અનુચિતના વિચાર વિના બોલવું, નિરર્થક વાતો
કરવી. અપશબ્દોનો ઉપયોગ કરવો. ઠંડા પહોરના ગપ્પા મારવા વગેરે. સંયુક્તાધિકરણ - આવશ્યકતા વિના હિંસક સાધનો ભેગાં કરવાં જેમ કે ચાકુ, છરી વગેરે શસ્ત્રોને સજીને તૈયાર રાખવા, બંદૂકમાં ગોળી ભરી રાખવી વગેરે એનાથી પાપ પ્રવૃત્તિઓ
તુરંત થઈ જાય છે અને આરંભની વૃદ્ધિ કરનાર બને છે. (૫) ઉપભોગ-પરિભોગાતિરેક - ઉવભોગ-પરિભોગનાં સાધનો આવશ્યકતાથી વધારે રાખવાં, તે
સાધનોમાં અત્યંત મૂચ્છભાવ રાખવો.
“યોગશાસ્ત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે પરન્તુ ભાવની દષ્ટિએ સમાનતા છે.
ઉપરોક્ત પાંચ અતિચારને જાણીને શ્રાવકે તેનું આચરણ કરવું નહિ. આઠમા વ્રતનું ફળ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં આઠમા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આ વ્રતથી અનેક પ્રકારનાં ખોટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિક વૃત્તિ પ્રગટે છે.