Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આરંભ-સમારંભ કરે, જીવહિંસા કરે તે અર્થદંડ છે. વિનાકારણે જીવોની હિંસા થાય તે અનર્થદંડ છે. ધર્મસંગ્રહ’માં અનર્થદંડ વિરમણ વ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે,
___ शरीराद्यर्थविकलो, यो दण्डः क्रियते जनैः ।
सोऽनर्थ दण्डस्तत्त्याग स्तार्तीयीकं गुणव्रतम् ।।३५ ।। અર્થાત્ : શરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો જે દંડ (પાપકાર્યો) કરે, તે અનર્થદંડ કહેવાય, તેનો ત્યાગ તે ત્રીજું ગુણવ્રત કહ્યું છે.
“શ્રી આવશ્યક સૂત્રમાં અનર્થ દંડ વિરમણ વ્રતને સમજાવતાં કહ્યું છે કે, શ્રાવકો અર્થદંડનો ત્યાગ કરી શકતા નથી, પરન્તુ અનર્થદંડનો ત્યાગ કરે તો કેટલાય હિંસા આદિ પાપ સ્થાનોથી કર્મ બંધથી બચી જાય છે. તેથી શ્રાવકના વ્રતમાં “અનર્થદંડ વિરમણ વ્રત'ની ત્રીજા ગુણવ્રત રૂપે ગણના કરી છે.
“યોગશાસ્ત્ર'માં અનર્થદંડ વિરમણ વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ ખરાબ ધ્યાન, પાપકર્મનો ઉપદેશ આપવો. જેનાથી હિંસા થાય તેવાં ઉપકરણો બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરાદિકના અર્થે થાય તે અર્થદંડ, તેના પ્રતિપક્ષી પણે જે કાંઈ વગર ફોગટનું કરવામાં આવે તે અનર્થદંડ. એવા ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડના પ્રકાર – ‘શ્રી આવશ્યકસૂત્ર'માં સૂત્રકારે અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) અપધ્યાનાચરિત
રાગદ્વેષવાળા વિચારો કરવા, ઈષ્ટકારી પદાર્થોનો સંયોગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિના વિયોગે દુઃખી થવું તેને આર્તધ્યાન કહે છે તથા દુશ્મનોની ઘાતનું કે નુકસાનનું ચિંતન કરવું રૌદ્રધ્યાન છે. બન્ને પ્રકારના ધ્યાન ધ્યાવા તે અપધ્યાનાચરિત અનર્થદંડ
(૨) પ્રમાદાચરણ
પોતાના ધર્મ, કર્તવ્ય અથવા ફરજ પ્રતિ અજાગૃતપણું તે પ્રમાદ છે. જેમ કે પ્રયોજન વિના પૃથ્વી ખોદવી, પાણીનો વ્યય કરવો, વનસ્પતિ તોડવી, પશુ યુદ્ધ કરાવવા, વેર-વિરોધ વગેરે પ્રમાદ ચર્યા છે. તથા મદિરા વગેરેનું સેવન, વિષય કષાય વધે તેવા પુસ્તકોનું વાંચન, અતિનિદ્રા, વિકથા, જુગાર, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષભાવ, ધર્મમાં અનાદર, મન-વચન-કાયાના દુપ્રણિધાન પણ પ્રમાદ આચરણ છે. (૩) હિંસપ્રદાન
અસ્ત્ર-શસ્ત્રાદિ તથા હિંસક ઉપકરણોનો આદાન-પ્રદાન તથા વ્યાપાર હિંસાદાન છે. હિંસાના કાર્યમાં ચોર, ડાકુ તથા શિકારી વગેરેને હથિયાર આપવાં, આશ્રય આપવો. કોઈ પણ અવિવેકી
વ્યક્તિને શસ્ત્રો આપવાં. આ પ્રકારના આચરણથી હિંસાને પ્રોત્સાહન અને મદદ મળે છે, તેથી તે હિંસપ્રદાન અનર્થદંડ છે.