Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૩. કાલ શુદ્ધિ- કાળનો અર્થ સમય છે. સમયની શુદ્ધિ કરવી તે કાલશુદ્ધિ છે. યોગ્ય સમયનો વિચાર
કરી સામાયિક કરવામાં આવે તો જ સામાયિક નિર્વિને સ્થિરતાપૂર્વક પૂર્ણ થાય છે. ૪. ભાવ શુદ્ધિ-મન, વચન અને શરીરની શુદ્ધિ રાખવી તે ભાવ શુદ્ધિ છે. માટે મન- વચન
કાયાના દોષોને જાણીને જેનાથી દૂર રહેવું જોઈએ. સામાયિક વ્રત લેવાની વિધિ
| ‘નિગ્રંથ પ્રવચન'માં સામાયિક વ્રત લેવાની વિધિ દર્શાવતાં લખ્યું છે કે, સંસારના બધા સાવદ્ય કાર્યોથી નિવૃત્ત થઈને નિર્જીવ જગ્યા ઉપર પૌષધશાળા વગેરે સ્થાનોમાં જઈને કપડાં-ઘરેણાં ત્યાગીને ફક્ત બે સ્વચ્છ વસ્ત્ર પહેરીને જમીન પર આસન પાથરીને આઠ પડની મુહપત્તી બાંધીને, પૂર્વ દિશા તરફ પોતાનું મુખ રાખીને, સિદ્ધાસન, પદ્માસન આદિ કોઈ એક આસને સ્થિરતાપૂર્વક બેસીને સામાયિક વ્રત ધારણ કરવું. ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી આ જ સ્થિતિમાં રહેવું. આ અવસ્થામાં રાગદ્વેષનો ત્યાગ કરી સમતાભાવ, આત્મધ્યાન, નવકાર મંત્રનો જાપ કે આધ્યાત્મિક ગ્રંથનો સ્વાધ્યાય કરવો.
શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી સ્વીકારે છે. સામાયિક વ્રતની બાહ્ય ક્રિયા વ્યવહાર સામાયિક છે અને સમભાવ ઉત્પન્ન થવો એ નિશ્ચય સામાયિક છે. સામાયિક વ્રતના અતિચાર
શ્રી આવશ્યક સૂત્ર’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર', 'નિગ્રંથ-પ્રવચન' આદિ ગ્રંથોમાં સામાયિક વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે : (૧) મન દુપ્રણિધાન – પ્રણિધાન એટલે પ્રવૃત્તિ. મનની અયોગ્ય પ્રવૃત્તિ અથવા દૂષિત ચિંતન
મન દુપ્રણિધાન કહેવાય. મન સૌથી વધારે ચંચળ છે. તે જલદી ખરાબ રસ્તા તરફ દોડે છે.
સાંસારિક પ્રપંચોની, ઘરની સમસ્યાઓની વિચારણામાં મગ્ન થવું તે મન દુપ્રણિધાન છે. (૨) વચન દુપ્રણિધાન - સામાયિકમાં વચનનો દુરુપયોગ કરવો. અર્થાત્ કર્કશ, કઠોર, માર્મિક,
હિંસક અપ્રિય આદિ વચનો બોલવાં, યોગ્ય વાણીનો પ્રયોગ ન કરવો મિથ્યાભાષણ કરવું, તે વચન દુપ્રણિધાન છે. કાય દુપ્રણિધાન - કાયાની ચંચળતાથી હાથ, પગ લાંબા ટૂંકા કરવા, આળસ મરડવી, વારંવાર આસન બદલાવવું, પ્રયોજન વિના ઊભા થવું વગેરે કાયિક દોષોના સેવનને કાય દુપ્રણિધાન કહે છે. સામાયિક સ્મૃતિ અકરણતા – સામાયિકમાં હોવા છતાં સામાયિકની સ્થિતિને ભૂલી જવી, સામાયિક કરતાં કાયોત્સર્ગ આદિ ભૂલી જાય તે સામાયિક સ્મૃતિ અકરણતા નામનો અતિચાર
કહેવાય. (૫) સામાયિક અન્નસ્થિત કરણતા - વ્યવસ્થિત રીતે સામાયિક ન કરવી. જેમ કે સામાયિકનો
વખત થયા પહેલાં સામાયિક પાળી લેવી, અથવા સામાયિકનો સમય વેઠની જેમ પૂર્ણ કરવો. નિંદા, વિકથા આદિમાં સામાયિકનો કાળ વ્યર્થ ગુમાવવો વગેરે.
(૪)