Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
તેને અને યતિ પાસેથી સમ્યક સમાચાર સાંભળે તેને શ્રાવક કહેવાય.
વ્યાખ્યાકારોએ શ્રાવકના બે ભેદ પણ દર્શાવ્યા છે. ૧) સાભિગ્રહો અને ૨) નિરભિગ્રહા. અર્થાત્ સામાન્યથી વ્રતધારી અને વ્રત વિનાના એમ બે પ્રકારો છે, તથાપિ વિશેષથી તેઓના આઠ પ્રકારો થાય છે. કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર ૧) માતા-પિતા સમાન, ૨) ભાઈ સમાન, ૩) મિત્ર સમાન અને ૪) શૌક્ય સમાન. તેમ જ સ્વભાવની અપેક્ષાએ પણ શ્રાવકના ચાર પ્રકાર ૧) દર્પણ સમાન, ૨) પતાકા સમાન, ૩) સ્તંભ સમાન અને ૪) ખરકંટક સમાન છે.
શ્રાવકનું બીજું નામ શ્રમણોપાસક છે. શ્રમણ સાધુ, ઉપાસક=ભક્ત. અર્થાત્ સાધુજીની સેવા ભક્તિ કરનાર. “શ્રી ઠાણાંગ સૂત્ર'માં ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યાં છે.
શ્રાવકાચારના પ્રકારોના આધાર પર સાધારણત: જૈન શ્રાવકની ત્રણ શ્રેણિઓ બતાવી છે. પાક્ષિક, નૈષ્ટિક અને સાધક. ચર્યા નામનો ચોથો ભેદ પણ આમાં જોડ્યો છે, પણ એને પાક્ષિક શ્રાવકની અન્તર્ગત રાખી શકાય છે. અહિંસા પાલન કરવાવાળા શ્રાવક “પાક્ષિક' કહેવાય છે. શ્રાવકધર્મનું સમ્યક પરિપાલન કરવાવાળા શ્રાવક “નૈષ્ટિક' કહેવાય છે અને આત્માના સ્વરૂપની સાધના કરવાવાળા શ્રાવક “સાધક' કહેવાય છે. આધ્યાત્મિક સાધકની દષ્ટિથી શ્રાવકના આ ત્રણ વર્ગ અથવા સોપાન છે.
શ્રાવક પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય. નિશ્ચયમાં મોહનીયકર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ અને ૧૨ વ્રત, ૧૧ પ્રતિમા આદિ ગુણોનો સ્વીકાર કરવાથી. શ્રાવકના એકવીસ ગુણો
ધર્મરત્ન પ્રકરણ’, ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' આદિ ગ્રંથોમાં શ્રાવકના એકવીસ ગુણોનું કથન કરવામાં આવ્યું છે. જેમ કે, અક્ષુદ્ર, રૂપવાન, પ્રકૃતિસૌમ્ય, લોકપ્રિય, અકૂર, ભીરૂ, અશઠ, સુદાક્ષિણ્ય, લજજા, દયાળુ, મધ્યસ્થ, ગુણરાગી, સત્કથક, સુપક્ષયુક્ત, સુદીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુરાગ, વિનીત, કૃતજ્ઞ, પરહિતાર્થકારી તેમ જ લબ્ધલક્ષ્ય.
ઉપર પ્રમાણે એકવીસ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમોત્તમ જૈનધર્મ રૂપ ધર્મરત્નને ગ્રહણ કરવામાં યોગ્ય કહ્યો છે. સમ્યકત્વ
સમ્યકત્વ' તે સાધનાનું પ્રથમ સોપાન છે.
જિનેન્દ્રદેવે સાગાર અને અનગાર અર્થાત્ ગૃહસ્થધર્મ અને મુનિધર્મના ભેદથી ધર્મનું પ્રરૂપણ બે પ્રકારથી કર્યું છે. આ બન્ને ધર્મનો ધારક શ્રાવક તેમ જ મુનિમાં પણ આપ્ત, આગમ અને તત્ત્વની સાચી શ્રદ્ધારૂપે સમ્યકત્વની મુખ્યતા છે. સમ્યકત્વ વિના સાગાર અને અનગારનું પોતાનું કોઈ મહત્ત્વ જ નથી. એટલા માટે પ્રથમ આચાર્યોએ સમ્યકત્વનું વર્ણન કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨/૨૮/૧૫માં સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે,
तहियाणं तु भावाणं, सब्भावे उवओसणं । भावेणं सद्दहंतस्स, सम्मतं तं वियाहियं ॥ १५॥