Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
વગેરે ગ્રંથો અનુસાર કન્યા-અલિક, ગો-અલિક અને ભૂમિ-અલિક અર્થાત્ ૧) કન્યા-વરના રૂપ ગુણ સંબંધી, ૨) ગાય-પશુ સંબંધી, ૩) ભૂમિ-સંપત્તિ સંબંધી જૂઠું બોલવું, ૪) કોઈની થાપણ લઈ લેવી અને ૫) જૂઠી સાક્ષી આપવી. આ રીતે પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો શ્રાવકે ત્યાગ કરવાનો હોય છે.
જે બોલવાથી બીજાને પીડા, અતિપીડા કે અતિક્લેશ થાય અથવા અનર્થ થાય, તે પણ સ્થૂલ મૃષાવાદ છે. શ્રાવક તેનો પણ ત્યાગ કરે છે આમ શ્રાવક તેનાં પ્રત્યાખ્યાન બે કરણ અને ત્રણ યોગે કરે છે.
અવશેષ મૃષા : સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરવા છતાં શ્રાવક ગૃહસ્થ જીવનમાં કેટલાક અસત્યનો ત્યાગ કરી શકતા નથી. તે અવશેષ મૃષા છે. તેના માટે ભૂલથી, આદતથી, હાસ્યવિનોદથી, ભય સંજ્ઞાથી, પોતાના પ્રાણની રક્ષા અથવા સંપત્તિની રક્ષા માટે, સ્વજન, પરિજન વગેરેની સુરક્ષા માટે અથવા વ્યાપારમાં અસત્ય વચનનું ઉચ્ચારણ થઈ જાય તો તેનો આ વ્રતમાં આગાર હોય છે. તેનો શ્રાવકને ત્યાગ હોતો નથી.
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના અતિચાર
‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિ અનુસાર સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે.
-
(૧) સહસાભ્યાખ્યાન – સહસાનો અર્થ એકાએક છે. કોઈ વાત વિચાર્યા વગર ભાવાવેશમાં આવી જલદી કહી દેવી. વિચાર કર્યા વિના કોઈ પર એકાએક ખોટો આક્ષેપ કરવો. અથવા મિથ્યા કલંક લગાડવું. જેમ કે તું ચોર છે, તું પરસ્ત્રીગામી છે. વગેરે કહેવું ‘સહસાભ્યાખ્યાન' કહેવાય છે. (૨) રહસ્યાભ્યાખ્યાન - રહપ્નો અર્થ એકાંત છે. તેનાથી રહસ્ય શબ્દ બન્યો છે. રહસ્ય એટલે ગુપ્ત વાત. એકાંતની વાત. જેમ કે રાજ્ય આદિ કાર્ય સંબંધી ગુપ્ત વાતોને વગર જરૂરી અજાણતાં પ્રગટ કરવી, વિશ્વસ્ત વ્યક્તિની ગુપ્ત વાત પ્રગટ કરવી. કોઈની પણ ગુપ્ત વાત, ગુપ્ત મંત્રણા વગેરે પ્રગટ કરવા ‘રહસ્યાભ્યાખ્યાન' છે.
(૩) સ્વદાર મંત્રભેદ – વિશ્વાસપાત્ર સમજીને પોતાની પત્નીએ કહેલી કોઈ છાની વાત જાહેર કરવી એ સ્વદારા મંત્રભેદ અતિચાર છે. કારણ કે જેની વાત પ્રગટ થાય છે તેને પોતાની ગુપ્તતા ખુલ્લી પડવાથી દુ:ખ થાય છે. પોતાની દુર્બળતા પ્રગટ થવાથી તે લજ્જિત થાય છે.
(૪) મૃષોપદેશ ખોટી ફરિયાદ કરવી અથવા ખોટો ઉપદેશ આપવો તે મૃષા ઉપદેશ છે. વિષયની સત્યતા, અસત્યતા, હિતકારકતા, અહિતકારકતા વગેરેનું જ્ઞાન ન હોવા છતાં અન્યને તદ્વિષયક સલાહ આપવી, ખોટે રસ્તે ચઢાવવું વગેરે મૃષા ઉપદેશ અતિચાર છે. (૫) ફૂટલેખકરણ – ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટા હસ્તાક્ષર કરવા વગેરે પ્રવૃત્તિ ‘ફૂટલેખકરણ’ કહેવાય. ખોટી મહોર, હસ્તાક્ષર દ્વારા જૂઠી લિખાપટ્ટી કરવી તેમ જ ખોટા સિક્કા ચલાવવા વગેરે ફૂટલેખ ક્રિયા છે.
શ્રાવકે આ પાંચ અતિચારો જાણીને તેનો ત્યાગ કરવો. ભિન્ન ભિન્ન ગ્રંથોમા આ પાંચ
= ૩૩૧) =>