Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૩૧/૧૯માં પણ પાંચ સર્વ વિરતિઓની સાથે જ રાત્રિભોજન ત્યાગનો
નિર્દેશ છે અને તેને વ્રતોની જેમ જ દુષ્કર બતાવ્યું છે. (૨) શ્રી બૃહત્કલ્પ સૂત્ર'-૧/૪રમાં રાત્રે અને વિકાસમાં (સંધ્યા સમયે) અશન, પાણી, મીઠાઈ
અને મુખવાસ આદિ ચારે પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૩) “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' ૨/૩/૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના ઉત્તમોત્તમ
વસ્તુ સાથે કરી છે. (૪) શ્રી દશા શ્રુતસ્કંધ સૂત્ર ૨/૧ તથા “શ્રી સમવાયાંગ સૂત્ર'-૨૧માં રાત્રિભોજનની ગણના
શબલ દોષમાં કરી છે. (૫) “શ્રી નિશીથ સૂત્ર' ઉ./૧૧માં રાત્રિભોજનની અથવા તેની પ્રશંસા કરનારની અનુમોદના કરે
છે તેને ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત આવે છે એમ કહ્યું છે.
રાત્રિભોજન વિરમણ અર્થાત્ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારેય પ્રકારના (બસ, પા, રવાફર્મ અને સામ) અશન, પાણી ખાદિમ, સ્વાદિમ આહારનો સર્વથા ત્યાગ કરવો. તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે.
સાધુને સર્વપ્રકારે રાત્રિભોજનનો ત્યાગ જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગથી કરવો આવશ્યક છે. સાધ્વાચારમાં રાત્રિભોજન ત્યાગની મહત્તા મહાવ્રતની સમાન છે. તેમ જ રાત્રિભોજન ત્યાગ અહિંસા મહાવ્રતની પુષ્ટિ કરે છે. રાત્રિભોજનના દોષ
રાત્રિભોજનમાં કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવો, લીલગ આદિ જીવોની જયણા કરવી અશક્ય થાય, તેમ જ અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે.
રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બીમારી થાય છે. જેમ કે જો ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિ નષ્ટ થાય, માખી આવી જાય તો શીઘ ઊલટી થઈ જાય, જૂ આહારમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ થાય. ગરોળી ભોજનમાં આવી જાય તો કુષ્ટ રોગ થાય. આ ઉપરાંત લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ, પાચનશક્તિની મંદતા, આદિ બીમારીઓની સંભાવના રહે છે.
આરોગ્યની દષ્ટિએ પણ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું તે પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. રાત્રે પાચનતંત્ર બરાબર કામ કરતું નથી.
આવી રીતે રાત્રિભોજન અનેક દોષોનું કારણ હોવાથી સંયમ સાધક તેનો સર્વથા ત્યાગ કરે છે. ગૃહસ્થો માટે પણ રાત્રિભોજન ત્યાજ્ય છે.
વ્યાખ્યાનકારોએ અન્ય ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, (૧) “કાર્તિકેયાનુપ્રેક્ષા' ૩૮૩માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહિનાના ઉપવાસ સાથે કરી છે. (૨) મહાભારતના ‘શાંતિ પર્વ'માં નરકમાં જવાનાં ચાર કારણ કહ્યાં છે, તેમાં, પ્રથમ કારણ
રાત્રિભોજન છે.