Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અર્થાત્ : પાંચ મહાવ્રત પાળવા, પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, ચાર કષાયોનો ત્યાગ, મન, વચન, કાય – ત્રણની સમાધારણતા; જ્ઞાન, દર્શન, ચારિત્ર - ત્રણની સંપન્નતા; ભાવ, કરણ, યોગ - ત્રણની સત્યતા, ક્ષમા, વીરાગતા, વેદના અને મારણાંતિક કષ્ટ સહનતા. આ પ્રમાણે સાધુના સત્તાવીસ ગુણો છે.
તેવી જ રીતે દિગમ્બર પરંપરામાં મુનિના અઠ્ઠાવીસ મૂલ ગુણોના પરિપાલનનું વિધાન છે. જેમ કે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, પડાવશ્યક અને બીજા સાત ગુણ – લોચ, નગ્નતા, અસ્નાન, ક્ષિતિશયન, અદંત ઘર્ષણ, સ્થિતિભોજન અને એક ભક્ત. આ અઠ્ઠાવીસ મૂલ ગુણ દર્શાવ્યા છે. મુનિના બાવીસ પરીષહ
પરીષહ એટલે વિપત્તિઓને સહન કરવી. સંયમી સાધક સંયમ દૂષિત ન થાય અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય, એ ભાવનાથી ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે છે તેને પરીષહ કહેવાય. તે બાવીસ છે. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં પરીષહનો અર્થ બતાવતા કહ્યું છે કે,
मार्गाऽच्यवननिर्जरार्थ परिषोढव्याः परीषहाः ॥ ९/८॥ અર્થાત્ : સમ્યદર્શન આદિ મોક્ષ માર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે,
, પિપાસા, શીતળ, વંરામરા નાખ્યાતિ, સ્ત્રી, ૩, નિષઘા, રામ્યા, ssaોરા, રૂપ, ચાવના, નામ, રોગ, સુસ્પર્શ, મત, સાર, પ્રજ્ઞા, Sજ્ઞાન, ડદના નિ || 3-3/
અર્થાત્ : સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન પરીષહ આ પ્રમાણે બાવીસ પરીષહો બતાવ્યાં છે.
શ્રી સમવાયાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર', “ચારિત્રસાર' તેમ જ “રાજવાર્તિક સૂત્રમાં બાવીસ પરીષહનો ઉલ્લેખ મળે છે. તેમ જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/રમાં વિસ્તારથી દષ્ટાંત સાથે દર્શાવ્યાં છે.
સંખ્યાની દષ્ટિથી બધામાં સમાનતા છે, પણ ક્રમની દષ્ટિથી ક્યાંક ક્યાંક થોડો ભેદ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨/૪૬માં પરીષહોનો ઉપસંહાર આપતાં કહ્યું છે કે, કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણીને ક્યાંય કોઈ પણ પરીષહથી ભિક્ષુએ પરાજિત ન થવું પરંતુ એ દરેક પરીષહ પર વિજય પ્રાપ્ત કરવો એમ હું કહું છું.
પરીષહ એ સાધકનું અમૃત છે. પ્રતિકૂળતા જ સાધકને દિન-પ્રતિદિન આગળ વધારે છે. સાધકની સાધનાનો માપદંડ છે- તેની સહનશીલતા. એ સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે. તપ સાધનામાં આવતાં કષ્ટોને સ્વેચ્છાથી સહવાનાં હોય છે. પ્રતિક્રિયા કર્યા વિના જ સમભાવે તે કષ્ટનું