Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
થઈ, સંશયથી પર થઈ, નિષ્કામ હોય છે, તે સમ્યકરૂપથી સંસારમાં વિચરણ કરે છે.
આ પ્રમાણે વૈદિક, બૌદ્ધ તેમ જ જૈન ત્રણે પરંપરામાં આસક્તિનો ત્યાગ અને સંગ્રહના અલ્પીકરણને સુખનો માર્ગ કહ્યો છે. અપરિગ્રહ – લક્ષણ અને પરિભાષા
પરિગ્રહ શબ્દ “પરિ’ ઉપસર્ગ પૂર્વક “ગ્રહ’ ધાતુમાં ધર્મ પ્રત્યય લગાવવાથી થાય છે. જેનો અર્થ પકડવું, લેવું, ગ્રહણ કરવું વગેરે.
આચાર્ય આપ્ટેના મત અનુસાર પરિગ્રહનો અર્થ ધારણ કરવું, પ્રાપ્ત કરવું, લેવું, સ્વીકારવું, ગૃહસ્થ, પરિવાર, નોકર વગેરે.
‘પ્રશ્નવ્યાકરણ ટીકા’ ૫/૯૩ અનુસાર “હિત તિ પરિગ્રહઃા” અર્થાત્ : જેનો પરિગ્રહ સ્વીકાર કરવામાં આવે છે, તે પરિગ્રહ છે. પરિગ્રહનો વિપરીત અપરિગ્રહ છે.
વાચસ્પત્ય પૃ. ૨૩૪ અનુસાર, દેહ યાત્રાના નિર્વાહ માટે અતિરિક્ત ભોગનાં સાધનો અને ધનાદિનો અસ્વીકાર અપરિગ્રહ છે.
ઓઘનિર્યુક્તિ'માં અધ્યાત્મ વિશુદ્ધિ માટે બાહ્ય ઉપકરણોના પરિત્યાગને અપરિગ્રહ કહ્યો છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર' ૬/૨૧માં પરિગ્રહ અને અપરિગ્રહને સૂક્ષ્મ દૃષ્ટિથી પરિભાષિત કરતા બતાવ્યું છે, “મુછા પરગાહો પુરો ' અર્થાત્ મૂચ્છ પરિગ્રહ છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ની ટીકા, “તત્ત્વાર્થ સૂત્ર', “યોગશાસ્ત્ર', પુરુષાર્થસિદ્ધયુપાય' અને જૈન સિદ્ધાંત દીપિકામાં ઉક્ત પરિભાષાને જ સમર્થન આપ્યું છે.
તત્ત્વતઃ વસ્તુ પોતે ન તો પરિગ્રહ છે કે ન અપરિગ્રહ. પરન્તુ જ્યારે તેમાં મમત્ત્વભાવ ભળે છે, ત્યારે તે પરિગ્રહ બને છે અને મમત્વ ભાવ હટી જાય છે, ત્યારે તે અપરિગ્રહ બની જાય છે.
દિગંબર સાહિત્યમાં મોહના ઉદયથી થવાવાળા મમત્વથી નિવૃત્તિને અપરિગ્રહની સંજ્ઞા આપી છે, ત્યાં કોઈ કોઈ જગા પર અપરિગ્રહના બદલે “સંગવિમુક્તિ' શબ્દ પણ જોવા મળે છે.
| ‘નિશીથ ચૂર્ણિમાં મૂચ્છને પરિગ્રહના અંતર્ગતમાં લીધો છે, પરંતુ રાગ અને દ્વેષને પણ ભાવ પરિગ્રહની કોટિમાં રાખ્યાં છે.
“શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૧/૫/રમાં પરિગ્રહનાં ત્રીસ નામ આવે છે જે આસક્તિ અને સંચય બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે.
જ નિષ્કર્ષતઃ કહી શક્ય કે સૂક્ષ્મ દષ્ટિથી મૂચ્છ/આસક્તિનો અભાવ અને સ્કૂલ દષ્ટિથી પદાર્થોનો અસંગ્રહ જ અપરિગ્રહ છે. પરિગ્રહના પ્રકાર
શ્રી ભગવતી સૂત્ર'માં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧) કર્મ પરિગ્રહ ૨) શરીર પરિગ્રહ અને ૩) ઉપગ્રહ પરિગ્રહ. જીવદ્વારા ગ્રહણ કરવાને કારણે કર્મ, શરીર અને ઉપગ્રહ આ ત્રણેને પરિગ્રહ કહ્યા છે
“આવશ્યક ચૂર્ણિ અનુસાર પરિગ્રહના બે પ્રકાર છે. ૧) બાહ્ય અને ૨) આત્યંતર. તેમાં બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રુખ્ય, સ્વર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદના ભેદથી નવ પ્રકારે છે.