Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પ્રયોગ ‘તત્ત્વાર્થ સૂત્રમાં થયો છે.
વ્યવહાર જગતમાં ભાષાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નિક્ષેપ ભાષા-પ્રયોગની નિર્દોષ પ્રણાલી છે.
‘અનુયોગદ્વાર ચૂર્ણિમાં નિક્ષેપની પરિભાષા આપતા કહ્યું છે કે, “નિરવો અત્યમેદ્રસિ:' અર્થાત્ અર્થની ભિન્નતાના જ્ઞાનને નિક્ષેપ કહે છે. તેમ જ “શ્રી અનુયોગદ્વાર’ સૂત્રમાં નિક્ષેપના મુખ્ય ચાર ભેદ દર્શાવ્યાં છે. ૧) નામ નિક્ષેપ, ૨) સ્થાપના નિક્ષેપ, ૩) દ્રવ્ય નિક્ષેપ અને (૪) ભાવ નિક્ષેપ.
' 'તત્વાર્થ સૂત્ર’ ૧/૫ અનુસાર “નામસ્થા૫નાદ્રવ્યમાવતસ્તન્યાસ:' અર્થાત્ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપથી એનું અર્થાત્ સમ્યદર્શનાદિનું અને જીવ આદિનું ન્યાસ અર્થાત્ નિક્ષેપ થાય છે.
‘બૃહદ્ નયચક્ર'માં નિક્ષેપને પારિભાષિત કરતાં કહ્યું છે કે યુક્તિપૂર્વક પ્રયોજન યુક્ત નામ વગેરે ચાર ભેદથી વસ્તુને સ્થાપિત કરવી તે નિક્ષેપ છે. ૧) જિનેશ્વર દેવનું નામ તે નામજિન – ઋષભદેવ અજિતનાથ વગેરે. ૨) કેવલજ્ઞાની થયેલા મોક્ષપદને પામેલા તે ભાવજિન. ૩) સુવર્ણ, રજત, મોતી, પાષાણ વગેરેથી બનાવેલ પ્રતિમા તે સ્થાપના જિન. ૪) ભાવિમાં થનારા જિનેશ્વર દેવના જીવો તે દ્રવ્યજિન કહેવાય.
‘પદ્રવન્ડામમ્' અને “ધવતા' માં છ પ્રકારના નિક્ષેપ બતાવ્યાં છે. જેમ કે, ૧) નામ, ૨) સ્થાપના, ૩) દ્રવ્ય, ૪) ભાવ, ૫) ક્ષેત્ર અને ૬) કાળ નિક્ષેપ.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જિન ભગવંતના ચાર નિક્ષેપ દર્શાવ્યા છે. જેની ઢાલ - ૧૦ પંકિત નંબર ૮૬ થી ૮૭માં પ્રતીતિ કરાવી છે. મિથ્યાત્વ (મિથ્યાદર્શન)
| મિથ્યાત્વ શબ્દના અનેક અર્થ છે જેમકે – આધ્યાત્મિક અજ્ઞાન, ભ્રાન્તિ, માયા, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિદ્યા, તત્ત્વજ્ઞાનનો અભાવ વગેરે. કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે.
પાતંજલ યોગસૂત્ર' ૨/૫માં મિથ્યાત્વ (અવિદ્યા)નું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે, ‘નિત્યાન્નુવિદુ:સાનાત્મસુ નિત્યશુરિસુરવાભિવ્યાતિરવિદ્યા' અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવો તે જ અવિદ્યા (મિથ્યાત્વ) છે.
‘સર્વાર્થસિદ્ધિ' ૨/૬/૧૫૯/૭માં મિથ્યાદર્શનનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે, “fમધ્યાહન વર્મા ૩૬ તત્ત્વાથ શ્રધ્ધાન પરિણામો fમધ્યાનમ્' મિથ્યાત્વ કર્મના ઉદયથી જે તત્ત્વોની અશ્રદ્ધારૂપ પરિણામ થાય છે તે મિથ્યાદર્શન છે.
“યોગશાસ્ત્રમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે, દેવના ગુણો જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી અને અધર્મ વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે.
ઉપર્યુક્ત વ્યાખ્યા અનુસાર તત્ત્વવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને તત્ત્વનું અયથાર્થ શ્રદ્ધા મિથ્યાત્વ કહેવાય.
કાળની અપેક્ષાથી મિથ્યાત્વના ત્રણ પ્રકાર છે. ૧) અનાદિ અનંત મિથ્યાત્વ, ૨) અનાદિ સાન્ત મિથ્યાત્વ અને ૩) આદિ અને અંત સહિત મિથ્યાત્વ.