Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
‘સિંધ પદાર્થ વિજ્ઞાન' નામના પુસ્તકમાં કેપ્ટન સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શકયંત્રથી એક પાણીના ટીપામાં હાલતા ચાલતા ‘૩૬૪૫૦' જીવો બતાવ્યા છે. પાણીના જીવો તો જળરૂપ જ છે. તેથી તેની ગણતરી થઈ શકે નહિ. એ મુજબ જ્ઞાની ભગવંતોના અનુસાર પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોઈ શકે તે સિદ્ધ થાય છે.
માત્ર જિનાગમોમાં જ નહિ પણ અન્ય શાસ્ત્રોમાં પણ પાણી ગાળીને પીવું જોઈએ તે દર્શાવ્યું છે. તેમ જ અણગળ પાણીના દોષો બતાવ્યા છે. જેમ કે,
ग्रामाणा सप्तके दग्धे यत्पापं समुत्पद्यने । __ तत्पाप जाय ते पार्थ ! जलस्या गलिते घटे ।। અર્થાત્ : હે અર્જુન ! એક ઘડો અણગળ પાણી વાપરવાથી લાગતું પાપ સાત ગામ બાળવાથી લાગતા પાપ જેટલું થાય છે.
‘ભાગવતપુરાણ'માં કહ્યું છે કે પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મ જીવો પાણીમાં રહે છે. તેથી મુનીઓએ જીવદયા નિમિત્તે સચેત (કાચું) પાણી તથા અણગળ પાણી વાપરવું તેમ જ પીવું નહિ.
“મહાભારતમાં પણ કહ્યું છે કે વીસ આંગળ પહોળું અને ત્રીસ આગળ લાંબું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું. પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તેજ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમ ગતિને પામે છે.’
‘વ્રતવિધાન સંગ્રહ'-૩૦ અનુસાર છત્રીસ આગળ લાંબું અને ચોવીસ આંગળ પહોળું વસ્ત્રને બેવડ કરી એનાથી પાણી ગાળવું જોઈએ.
પૂર્વ પરષોએ સમજાવ્યું છે કે પાણીને ગાળવામાં વિવેક રાખવો જોઈએ. મીઠા પાણીથી ખારા પાણીના અને ખારા પાણીથી મીઠા પાણીના પોરા મરી જાય. માટે બન્ને પાણી કે સંખારા ભેળસેળ ન કરવા. સંખારો એટલે પાણી ગાળતાં ઉપર કપડામાં જે પાણી વધે તે. ગળણું નીચોવીને પાણી લેવાય નહિ. ગળણામાં થોડું પાણી રહેવા દેવું કે જેથી ગળતાં રહી ગયેલાં જીવો મરી ન જાય. ત્યાર બાદ શુદ્ધ પાણીથી ગળણું ધોઈને પછી સૂકવવું જોઈએ.
આવી રીતે ગાળીને પાણી પીવાથી કે વાપરવાથી તેમ જ પાણી ગાળ્યા બાદ સંખારાનું બરાબર જતન કરવાથી ત્રસ જીવોની રક્ષા થાય છે. અને જીવદયાનું પુણ્ય બંધાય છે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં અણગળ પાણીનો નિષેધ, પાણી ગાળવાની વિધિ, ગળણાનું માપ તેમ જ પાણીનો સંખારો સુકવવો નહિ વગેરે સુક્ષ્મ વાતો આગમ ગ્રંથના આધારે ઢાલ - ૪૩ પંકિત નંબર ૬૨ થી ૭૧માં કરી છે. ચૌદ નિયમ
શ્રાવક દ્વારા આજીવન માટે ગ્રહણ કરેલાં વ્રત અને મર્યાદાઓને પોતાના દૈનિક જીવન વ્યવહારનું ધ્યાન રાખીને દરરોજ માટે સંક્ષિપ્ત કરવા, તે જ આ ચૌદ નિયમનું મુખ્ય પ્રયોજન છે.
આરંભ સમારંભ અને ઉપભોગ પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ જીવન પર્યંત વ્રતોમાં