Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કંદમૂળ ખાવા નહિ. કેમકે કંદાદિ ખાનાર નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર સ્વર્ગમાં જાય છે.
કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં બત્રીસ અનંતકાયનાં નામો દર્શાવીને તેને ત્યાજ્ય બતાવ્યાં છે. તેમ જ અનંતકાય (અભક્ષ્ય)નું સેવન કરવાથી પાપબંધન થાય છે. માટે ભક્ષ્યઅભક્ષ્યને ઓળખીને તેનું ભક્ષણ ન કરવું, એવો હિતદાયક ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ – ૬૭ પંકિત નંબર ૨૮ થી ૩૫ દ્વારા પ્રતીતિ કરાવે છે. પંદર કર્માદાન
‘કર્મ” અને “આદાન’ આ બે શબ્દોથી કર્માદાન' શબ્દ બનેલો છે. આદાન એટલે ગ્રહણ કરવું. કર્મોના ગ્રહણને કર્માદાન કહે છે.
જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મોનો પ્રબળ બંધ થાય છે, જેમાં ઘણી હિંસા થાય તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે.
“શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર', ‘યોગશાસ્ત્ર', ‘નિગ્રંથ પ્રવચન' આદિ જૈન ગ્રંથોમાં પંદર કર્માદાન નો ઉલ્લેખ થયો છે. જેમ કે, ૧) અંગાર કર્મ, ૨) વન કર્મ, ૩) શકટ કર્મ, ૪) ભાડી કર્મ, ૫) સ્ફોટન કર્મ, ૬) દંત વાણિજ્ય, ૭) લાક્ષા વાણિજ્ય, ૮) રસ વાણિજ્ય, ૯) વિષ વાણિજ્ય, ૧૦) કેશ વાણિજ્ય, ૧૧) યંત્રપીડન કર્મ, ૧૨) નિબંછણ કર્મ, ૧૩) દાવગ્નિ દાપન, ૧૪) સરદહતડાગ શોષણ અને ૧૫) અસતીજન પોષણ.
પંડિત આશાધર “સાગારધર્મામૃત'માં પંદર ખરકર્મોના લક્ષણ બતાવતાં કહે છે કે, પ્રાણીઓને પીડા ઉત્પન્ન કરાવવાવાળા વ્યાપારને ખરકમ અર્થાત્ દૂરકર્મ કહે છે. તે પંદર પ્રકારના છે.
પંદર કર્માદાન કર્મબંધનનાં કાર્ય છે. કેમકે આ વેપારમાં ત્રસ જીવોની ઘણી હિંસા થાય છે. તેમ જ કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય હોવાથી શ્રાવકોએ કરવા યોગ્ય નથી. તેમ જ બન્ને લોકમાં ઘોર દુ:ખના દેનાર છે. એવું જાણી તેનો ત્યાગ કરવો જોઈએ.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં પંદર કર્માદાનનું સ્વરૂપ વિસ્તારથી દર્શાવીને આવા પાપકારી વેપારોને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ - ૬૮ પંકિત નંબર ૩૮ થી ૪૧ ઢાલ - ૬૯ પંકિત નંબર ૪૭ થી ૪૯ ઢાલ – ૭) પંકિત નંબર ૫૯ થી ૬૪માં પ્રતીતિ થાય છે. સાત વ્યસન
જે માણસની સમાજમાં પ્રતિષ્ઠા ન હોય તેની સાથે મિત્રતા બાંધવી તે નિંદ્ય કાર્ય લેખાય છે, શક્તિ હોવા છતાં સ્વજન મિત્રોને સહાયતા ન કરવી તે પણ નિંદ્ય કાર્ય લેખાય છે. આ ઉપરાંત સાત દુર્વ્યસનોનું સેવન પણ નિંદ્ય કાર્ય છે.
‘વૈરાગ્ય શતક'માં સાત વ્યસનનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે,
__ द्यतं च मांसं च सुराच वेश्या । पापार्ध चोरी परदार सेवा ।
पतानि सप्तानि व्यसनानिलोके । धोरातिघोर नरकं पतंति ॥११ ।। અર્થાત્ : જુગટું, માંસ ભક્ષણ, સુરાપાન (દારૂ પીવો) વેશ્યા ગમન, મોટા પાપમાં ભાગીદાર