Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
બનવું (શિકાર), ચોરી કરવી અને પરસ્ત્રી સેવન. આ સાત દુર્વ્યસનો ઘોરાતિઘોર એવી નરક ગતિને વિષેજ ઉત્પન્ન કરાવે છે.
જૈન ગ્રંથોમાં પણ શાસ્ત્રકારોએ સાત વ્યસનનાં નામ તેમ જ તેના ફળનું કથન દર્શાવ્યું છે. જુગાર, માંસ, મદ્ય, પરસ્ત્રી, વેશ્યા, ચોરી અને શિકાર. આ સાત મોટા વ્યસનો છે. જેમ કે, (૧) અન્ય વ્યસનોનું મૂળ જુગાર છે. જુગારમાંથી સઘળા વ્યસનો ઉત્પન્ન થાય છે. દ્યૂતથી ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુળનો ક્ષય થાય છે, તેમ જ દુ:ખો આપનારી તિર્યંચ અને નરક ગતિની પ્રાપ્તિ થાય છે.
(૨) જે માનવ જીભના સ્વાદથી સદા માંસ ભક્ષણ કરે છે, તે નરકગામી બને છે.
(૩) મતિ, શાંતિ તથા યશને હરનારું મધ નામનું વ્યસન અનર્થોનું મૂળ છે અને માતા કે પત્નીનું ભાન પણ ભુલાવનારું છે.
(૪) બંને લોકનો વિઘાત કરનાર પરસ્ત્રીની પ્રીતિ ત્યાગ કરવા યોગ્ય છે.
(૫) નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તો જરાપણ પ્રીતિ કરવા યોગ્ય નથી પણ નરક, તિર્યંચ આદિ દુર્ગતિ કરાવનાર છે.
(૬) આ લોકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિકને કરનારી અને પરલોકમાં નરક આપનારી ચોરી સદ્ગુદ્ધિવાળા પુરુષે ત્યજી દેવી જોઈએ.
(૭) જે પુરુષો નિરપરાધી પશુ પંખીઓનો શિકાર કરે છે, તેઓ દુ:ખ, દારિદ્રય, પીડા અને દુર્ગતિ પામે છે. આ સાત વ્યસનો દુર્ગતિને પ્રાપ્ત કરનાર હોવાથી ત્યજવા યોગ્ય છે.
આ સાતે કુવ્યસનો અઢાર પાપ સ્થાનોમાંથી ૧) પ્રાણાતિપાપમાં (મદિરાપાન, માંસાહાર અને શિકાર), ૨) અદત્તાદાનમાં (ચોરી), ૩) મૈથુનમાં (પરસ્ત્રીગમન, વેશ્યાગમન) અને ૪) પરિગ્રહમાં (જુગાર) સમાઈ જાય છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં આ સાતે વ્યસનોને છોડવાનો ઉપદેશ ઢાલ પંકિત નંબર ૨૫, ૨૬ દ્વારા આપ્યો છે.
સાત ક્ષેત્રનું માહાત્મ્ય
-
૩૭
જૈનાગમોમાં સાત ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવ્યું છે. તે સાત ક્ષેત્રના નામ છે, ૧) જિનમંદિર, ૨) જિનપ્રતિમા, ૩) જિનાગમ અને ચતુર્વિધ સંઘના ૪) સાધુ, ૫) સાધ્વી, ૬) શ્રાવક અને ૭) શ્રાવિકા.
આચાર્યશ્રી ધનેશ્વરસૂરીશ્વરજી ‘શ્રી શત્રુંજ્ય મહાત્મ્ય સાર’માં સાત ક્ષેત્રનું માહાત્મ્ય દર્શાવતા
કહે છે કે,
=
જિનમંદિર - જે કાષ્ટાદિકથી જિનમંદિર કરાવે છે, તે પુરુષ તે કાષ્ટાદિકમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ પલ્યોપમ સુધી સ્વર્ગના સુખોને ભોગવનારો થાય છે.
જિનપ્રતિમા – જે જે દેશમાં કે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રોગ, દુર્ભિક્ષ કે વૈરભાવ ઉત્પન્ન થતા નથી.
જૈનાગમ – જૈનાગમરૂપી શ્રુતની આરાધના દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે થાય છે.
૨૮૪