Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
બીજું નામકરણ પ્રકાર : ૧) અહિંસા, ૨) સત્ય, ૩) અચૌર્ય, ૪) બ્રહ્મચર્ય અને ૫) અપરિગ્રહ વ્રત છે.
આચાર્ય મહાપ્રજ્ઞજી પ્રાણાતિપાત વિરમણ અને અહિંસા આ બન્ને શબ્દોને સમજાવતાં લખે છે કે, ઋષભ ભગવાને જે સાધનાનો માર્ગ અપનાવ્યો હતો તે અહિંસાનો હતો. તેમણે સર્વ પ્રાણાતિપાતનું વિરમણ કર્યું. અહીંથી અહિંસાનો સ્ત્રોત શરૂ થયો. ઉપદેશલબ્ધ ધર્મનું પ્રવર્તન થયું. બીજાના પ્રાણનાશ કરવા મનુષ્યના હિતમાં નથી, એ ભાવનાએ પ્રાણાતિપાત વિરતિનું સૂત્ર અપનાવ્યું, એનો વિકાસ થતાં થતાં તેનાં ચાર રૂપ બન્યાં, જેમ કે ૧)-૨) પર પ્રાણ વધ જેમ પાપ છે, તેમ સ્વ પ્રાણ વધ પણ પાપ છે, ૩)-૪) બીજાના આત્મ ગુણનો વિનાશ કરવો જેમ પાપ છે, તેમ પોતાના આત્મ ગુણનો વિનાશ કરવો પણ પાપ છે. પ્રાણાતિપાત વિરમણના આ વિસ્તૃત અર્થને સંક્ષેપમાં રાખવાની આવશ્યકતા થઈ ત્યારે “અહિંસા' શબ્દપ્રયોગમાં આવ્યો. એનો સંબંધ કેવળ પ્રાણવધથી નહિ પરન્તુ અસત્ પ્રવૃત્તિ માત્રથી છે. મહાવ્રતોનો ઉદ્દેશ્ય અને મહિમા
શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૪/૧૩માં મહાવ્રતોના સ્વીકારના ઉદ્દેશ્યને સાધકના શબ્દોમાં સ્પષ્ટ કરતાં બતાવ્યું છે કે, “સહિયા વસંપન્નિત્તામાં વિદરમિ' અર્થાત્ : આત્મહિત માટે ગુરુની સમીપે (સાક્ષીએ) વ્રતનો સ્વીકાર કરી વિચરણ કરીશ.
આત્મહિત એટલે મોક્ષની પ્રાપ્તિના લક્ષ્યથી મહાવ્રતીનું આચરણ કરવામાં આવે છે, મોક્ષ સાધકનું પરમ લક્ષ્ય હોય છે અને અહિંસા વગેરે તેની પ્રાપ્તિનાં સાધન છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૧માં પણ કહ્યું છે કે,
સત્ર દુવિમોરવળા' અર્થાત્ સર્વ દુઃખનો ક્ષય કરવા માટે આ પદ મહાવ્રતોના ઉદ્દેશ્યને સૂચિત કરે છે. તેમ જ “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ના સંવરદ્વાર ૨/૧માં મહાવ્રતોનો મહિમા બતાવતાં કહ્યું છે, કે આ મહાવ્રત સર્વ લોકો માટે હિતકારી છે. આ મહાવ્રતોમાં શીલ અને ઉત્તમ ગુણોનો સમૂહ છે, તપ અને સંયમરૂપ છે. આ મહાવ્રત નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિથી મુક્તિ દેનાર છે. સર્વ જિન ભગવંત તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. કર્મરૂપી રજનો નાશ કરનાર છે. સેંકડો ભવો જન્મ-મરણનો અંત કરનાર છે. સેંકડો દુ:ખોથી બચાવનાર છે અને સુખોમાં પ્રવૃત્ત કરનાર છે. આ મહાવ્રત પરમ છે કારણ કે રત્નોની જેમ અત્યંત દુર્લભ છે. જેની પ્રાપ્તિ દુર્લભ હોય છે, તે સ્વયં પરમની શ્રેણીમાં આવી જાય છે. અહિંસા મહાવ્રત
| સર્વ સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર જીવોના દશ પ્રાણોમાંથી કોઈ પણ પ્રાણનો ઘાત કરવો નહિ, હિંસા કરવી નહિ. તે અહિંસા મહાવ્રત છે.
‘મૂલાચાર'-૫/૨૮૯ અનુસાર કાય, ઈન્દ્રિય, ગુણસ્થાન માર્ગણાસ્થાન, કુલ, આયુ, યોનિ આમાં બધા જીવોને જાણી કાયોત્સર્ગાદિ ક્રિયાઓમાં હિંસા આદિનો ત્યાગ કરવો અહિંસા વ્રત છે.
==૩૦પ