Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
યોનિમાં જન્મ ધારણ કરે છે.
રાત્રિભોજન વખતે કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવોનું દષ્ટિગોચર થવું અને તે જીવોની જયણા કરવી અશક્ય થઈ જાય છે તથા રાત્રિભોજન કરવામાં અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે.
તેમ જ રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બીમારી થાય છે. રાત્રે ભોજન કરવાથી ભોજન બરાબર પચતું નથી. આ સર્વે કારણોને લીધે શ્રાવકને રાત્રિભોજનનો ત્યાગ દર્શાવ્યો છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં રાત્રિભોજનનો ત્યાગ વેદ, પુરાણ, આગમ ગ્રંથોના આધારે તેમ જ આયુર્વેદ શાસ્ત્રના આધારે ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૮ થી ૩૦માં સમજાવ્યું છે. જયણા (યતના)
યતના જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. યતનાનો અર્થ ઉપયુક્તતા, સાવધાની, વિવેક, જાગૃતિ, અથવા અપ્રમાદ છે.
જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે. તેમ યતના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યતનાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે. તે પ્રમાણે વર્તન કરી શકાય છે.
પાંચ સમિતિરૂપે યતના તો બહુ શ્રેષ્ઠ છે પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકાતી નથી. જેમ કે ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગાળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઈંધણનો વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, પૂંજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં વાસણ, ચૂલા, અસ્વચ્છ રાખેલા ઓરડા, એંઠ રાખી મૂકવી, પાટલા વગર ધગધગી થાળી નીચે મૂકવી વગેરેથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ મળે છે અને મહાપાપના કારણ પણ થવાય છે.
યતનાનો મૂળ આધાર આપણી વિવેકવૃત્તિ છે. ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા દરેક પ્રકારનાં કાર્યમાં યતનાનો ઉપયોગ કરવો. આપણી સાવધાની, વિવેકવૃત્તિ અનેક જીવોની રક્ષા કરી શકે છે. જેથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર'માં યતના માટે કહ્યું છે કે,
जयं चरे जयं चिढे, जयमासे जयं सए ।
जयं भुजंतो भासंतो पावकम्मं ण बंधइ ।। ८ ।। અર્થાત્ : યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર અને બોલનાર સાધક પાપકર્મને બાંધતો નથી.
યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી નવાં કર્મોનો બંધ થતો નથી અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય છે.
‘પ્રતિમા શતક'માં પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે,