Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
‘શ્રી સૂયગડાંગ સૂત્ર’ ૨/૪ અનુસાર પ્રત્યાખ્યાન એટલે પાપ કર્મોનો ત્યાગ કરવો. તે બે પ્રકારે થાય છે. ૧) દ્રવ્યથી અને ૨) ભાવથી.
‘શ્રી ભગવતીસૂત્ર' ૭/૨માં પણ પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન કર્યું છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ પરથી પચ્ચક્ખાણ શબ્દ આવ્યો છે. પચ્ચક્ખાણ તે છઠ્ઠો આવશ્યક છે.
મનોવિજય માટે ગ્રંથોમાં બે બાબતો બતાવી છે. એક છે વ્રત અને બીજું પરચક્ખાણ. વ્રત વિધેયાત્મક બાબતનું સૂચક છે. પચ્ચક્ખાણ નિષેધાત્મક બાબતની વાત કરે છે. વ્રતમાં કરવા જેવી પ્રવૃત્તિની પ્રતિજ્ઞા છે. પચ્ચક્ખાણમાં ન કરવા જેવી પ્રવૃત્તિ નહીં કરવાનો નિર્ધાર છે.
આત્માનો વિરક્તભાવ પ્રગટ કરવો, વિરક્ત ભાવ દૃઢ રહે તે માટે દૃઢસંકલ્પ કરવો અને આ દૃઢસંકલ્પને ગુરુ સમક્ષ પ્રગટ કરીને સંમતિ લેવી. તેમના શ્રીમુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરાય છે. ગુરુ સમક્ષ પચ્ચક્ખાણનો સ્વીકાર કરવાથી તેની દઢતા વધે છે. પ્રત્યાખ્યાન કરવાથી જીવ આશ્રવદ્ગારોનો નિરોધ કરે છે. પ્રત્યાખ્યાનથી ઈચ્છાનો નિરોધ થાય છે. ઈચ્છા નિરોધ કરનાર જીવ સર્વ પદાર્થમાં તૃષ્ણારહિત અને શીતલીભૂત થઈને વિચરે છે. આમ પ્રત્યાખ્યાન કરવાથી આત્મા હળુકર્મી થાય છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં લીધેલા પ્રત્યાખ્યાન દેહમાં પ્રાણ હોય ત્યાંસુધી દઢસંકલ્પથી પાળવા એ વાત નીચેની પંક્તિઓ દ્વારા સમજાવે છે. ઢાલ || ૬ || ગુરુ ગ્યરૂ મુનીવર કનિ, જે કીધુ પચખાંણો રે ।
તે નીસચઇ કરી જન પાલુ, જિહા ઘટ ધરીઈ પ્રાંણો રે ।।૫૦ ।।
રાત્રિભોજન ત્યાગ
સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારેય પ્રકારના – અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આહારનો સર્વથા ત્યાગ કરવો તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે.
‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં રાત્રિભોજન વિરમણ સાધુના છઠ્ઠા વ્રતના રૂપમાં બતાવ્યું છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં પણ પાંચ સર્વ વિરતિઓની સાથે જ રાત્રિભોજન ત્યાગનો
નિર્દેશ છે.
કરી છે.
‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર’માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે
‘બૃહત્કલ્પ સૂત્ર’માં પણ રાત્રિમાં અને વિકાલમાં ચારે પ્રકારના આહાર ગ્રહણ કરવાનો
નિષેધ છે.
સાધુને સર્વ પ્રકારે રાત્રિભોજનનો ત્યાગ જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે હોય છે. વ્રતી શ્રાવક પણ રાત્રિભોજનનો ત્યાગ કરે છે.
અન્ય ગ્રંથોમાં પણ રાત્રિભોજન ત્યાગનું મહત્ત્વ બતાવ્યું છે. ‘મહાભારતના શાંતિપર્વ’માં નરકમાં જવાના ચાર કારણ કહ્યાં છે તેમાં પ્રથમ કારણ રાત્રિભોજન છે.
શ્રી વેદવ્યાસના ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે, ‘રાત્રિમાં ખાનારો ઘુવડ, કાગડો, બિલાડી વગેરે
૨૦૦