Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
વસ્તુના મુખ્યત્વે ૨૬ પ્રકાર કહ્યા છે. તેની મર્યાદા કરવી તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત.
સંસારી જીવ માત્રનું જીવન વિષયભોગથી ભરેલું છે. તેથી ગૃહસ્થપણામાં ભોગનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. તે ઈચ્છાપૂર્તિ માટે તેને હિંસા આદિ અનેક પાપવૃત્તિનું સેવન કરવું પડે છે. અમર્યાદિત ઈચ્છા અને આસક્તિ અનેક અનર્થોનું સર્જન કરે છે. તેથી સાતમા વ્રતમાં ભોગાસક્તિને સીમિત કરવા ૧) ભોગાપભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા, ૨) સચિત્ત-અચિત્ત આહારનો વિવેક અને ૩) મહારંભજન્ય વ્યાપારોનો ત્યાગ કરવાનું વિધાન છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત ત્રણ કથનનું વિસ્તારથી આલેખન કર્યું છે. તેમ જ પ્રતિદિન ચૌદ નિયમ ધરવા તેનું આલેખન કરી સાતમાં વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે. તેમ જ ભષ્ય-અભષ્યના સ્વરૂપનું વિસ્તારથી આલેખન કર્યું છે. જે ૬૪ પંકિત નંબર ૫ થી ૮ ઢાલ ૬૫ પંકિત નંબર ૧૦ થી ૧૫માં સમજાવે છે.
ઢાલ
(૮) અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવ્રત)
અનર્થદંડ એટલે ‘ર્થવન્હાત્ વિપરીતોઽનર્થવન્ડ: પ્રયોખન નિરપેક્ષ: ।' અર્થદંડ થી વિપરીત અર્થાત્ પ્રયોજન વિના, નિરર્થક થતી હિંસાદિને અનર્થદંડ કહે છે.
જેના વડે જીવો દંડ પામે અર્થાત્ હિંસા થાય, તેને દંડ કહે છે ‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં દંડના બે પ્રકાર કહ્યાં છે ૧) અર્થદંડ અને ૨) અનર્થદંડ.
-
શ્રાવકો ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રયોજનથી આરંભ-સમારંભ કરે, જીવહિંસા કરે તે અર્થદંડ છે અને કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના નિષ્કારણ જીવોની હિંસા થાય, તે અનર્થદંડ છે. શ્રાવકો અર્થદંડનો ત્યાગ કરી શકતા નથી પરંતુ અનર્થદંડનો ત્યાગ કરે તોપણ કેટલાય હિંસા આદિ પાપસ્થાનોથી કર્મબંધથી બચી જાય છે.
અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. ૧) ખોટા વિચાર કરવા તે, ૨) પ્રમાદનું આચરણ કરવું, ૩) હિંસાકારી શસ્ત્રોનું પ્રદાન અને ૪) પાપકર્મોપદેશ આપવા.
આ ચાર પ્રકારના અનર્થદંડથી પોતાના આત્માને દંડિત કરવો તે શ્રાવકને ઉચ્ચિત નથી, માટે આ ચાર અનર્થદંડનો ત્યાગ કરી આત્માને પાપથી બચાવવો.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં આઠમા અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ દર્શાવી તેના અતિચારનું આલેખન કરી ઢાલ - ૭૧ પંકિત નંબર ૬૦ થી ૮૨માં સમજાવે છે. (૯) સામાયિક વ્રત (પહેલું શિક્ષાવ્રત)
સામાયિકમાં સમ + આય +ઈક આ ત્રણ શબ્દો છે. અર્થાત્ જેનાથી મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ ઉત્પન્ન થાય, સમસ્ત જીવો ઉપર સમાનભાવ, રાગદ્વેષરહિત ભાવ ધારણ કરી એકાન્ત સ્થાનમાં બે ઘડી (૪૮ મિનિટ) ધ્યાનમાં બેસવું એનું નામ સામાયિક.
સમભાવને સિદ્ધ કરનારી સાધનાને સામાયિક વ્રત કહે છે. રાગ-દ્વેષ વર્ધક સંસારી સર્વ પ્રપંચોથી, સાવધકારી-પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને નિરવધયોગ સ્વાધ્યાય, ધ્યાન આદિ સમભાવની પોષક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, જગત્ઝવો સાથે મૈત્રીભાવ રાખવી તે સામાયિક વ્રત છે.