Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં બારમા અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ સમજાવી, તેની મહત્તા તેમજ તેના અતિચારનું આલેખન કરી ઢાલ – ૭૫ પંકિત નંબર ૧૧ થી ૧૭ દ્વારા પ્રતીતિ કરાવે છે. મિચ્છામિદુક્કડ
જૈનધર્મનું સમસ્ત સાધના સાહિત્ય મિચ્છામિ દુક્કડની પ્રાધાન્યથી સભર છે. સાધક પોતાની ભૂલ માટે “મિચ્છામિદુક્કડં' કરે છે. મિચ્છામિદુક્કડં એ પ્રાકૃત, અર્ધમાગધીનું વાક્ય છે. “મિચ્છા'નો સંસ્કૃત અર્થ થાય છે મિથ્યા. “મિ' એટલે હું, મારું અને દુક્કડ' એટલે દુષ્કત. “મારુ દુષ્કૃત મિથ્યા થાઓ એ છે મિચ્છા મિ દુક્કડ નો અર્થ.
‘દુષ્કૃત'માં આપણા બધા જ પાપો (અઢાર પાપ સ્થાનકો) આવી જાય. આ પાપ સ્થાનકોમાં મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું (નવ કોટિએ) જે પાપ થયા હોય તેનો પશ્ચાતાપ કરી મિચ્છામિદુક્કડમ્ કરવામાં આવે તો તે બાર તપમાં સાતમા નંબરનું પશ્ચાતાપ નામનું તપ થાય છે. ભાવપૂર્વક આત્માથી જ્યારે મિચ્છામિ દુક્કડમ્ કરવામાં આવે અને ખરા હૃદયથી જ આપણને તેનો પશ્ચાતાપ થતો હોય તો તે એક તપ છે અને સંવર નિર્જરાનું કારણ બને છે. | મનમાં કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ થઈ હોય, વિચારમાં મલિનતા પ્રવેશી હોય, વાણીમાં કટુતા આવી હોય, આચરણમાં કલુષિતતા આવી હોય, ખાવામાં, પીવામાં, આવવા-જવામાં, ઊઠવાબેસવામાં ભૂલ થઈ હોય તો સાધક મિચ્છામિ દુક્કડમનો આશ્રય લે છે અને પ્રાયશ્ચિત દ્વારા સાધનાને પવિત્ર, નિર્મળ, સ્વચ્છ અને શુદ્ધ બનાવે છે. .
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં સાધકને પોષધ વ્રતમાં જે કાંઈ પાપદોષ લાગ્યા હોય તે માટે મિચ્છામિદુક્કડમ્' આપવાનો બોધ આપે છે. જેનું ઢાલ – ૭૪ પંકિત નંબર ૬ થી ૮માં નિરૂપણ થયું છે. મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંતો
આ દુનિયામાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે માનવભવ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૦/૪માં કહ્યું છે કે,
दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं ।
___ गाढाय विवाग कम्मुणो, समयं गोयमा मा पमायए ।
અર્થાત્ : દરેક પ્રાણીઓને માટે મનુષ્યભવ ઘણાં લાંબા કાળે પણ મળવો દુર્લભ છે. કારણ કે દુષ્કર્મોના વિપાકો ઘણા દઢ હોય છે. માટે ઉત્તમ આવા જીવનમાં હે ગૌતમ ! સમય માત્રના પ્રમાદ ન કરીશ.
મનુષ્યભવનાં વિધાતક કર્મોનો ક્ષય કર્યા વિના ચિરકાળ સુધી મનુષ્ય જીવન મળવું દુર્લભ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના જીવોમાં, તે જ પર્યાયમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી વારંવાર જન્મ મરણ થાય. વનસ્પતિકાયના જીવોમાં અનંતકાળ સુધી વારંવાર જન્મ મરણ થાય. દ્રન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોમાં ઉત્કૃષ્ટત સંખ્યાતકાળ સુધી રહેવું પડે. પંચેન્દ્રિય અવસ્થામાં ૭-૮