Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પુણ્યયોગે સુલભ થાય છે.
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ના ત્રીજા અઘ્યયનમાં ચાર બોલની દુર્લભતાનું કથન પણ કર્યું છે. જેમ કે, ૧) મનુષ્યત્વ, ૨) સદ્ધર્મ શ્રવણ, ૩) સદ્ધર્મમાં શ્રદ્ધા અને ૪) સંયમમાં પરાક્રમ.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં શ્રી ઉત્તરાધ્યયન નિયુક્તિ અનુસાર દશ દુર્લભ બોલનું નિરૂપણ કર્યું છે. જે ઢાલ - ૨૬ પંકિત નંબર ૮૬ થી ૮૭ ઢાલ – ૨૭ પંકિત નંબર ૮૮ થી ૯૧માં દશ્યમાન થાય છે.
સુશ્રાવકના એકવીસ ગુણ
‘શ્રાવક’શબ્દ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે. એ શબ્દ ધર્માનુરાગી, દયાશીલ, સાધક અને ગૃહસ્થ માટે પ્રયુક્ત છે.
‘શ્રાધ્ધવિધિ પ્રકરણ’ માં શ્રાવક શબ્દનો અર્થ બતાવતા કહ્યું છે કે, દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારના કર્મ સમયે સમયે નિર્જરાવે તેને અને યતિ પાસેથી સમ્યક્ સમાચારી સાંભળે તેને શ્રાવક કહેવાય.
‘શ્રાવક’ ‘શ્રુ’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. થ્રુ એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય.
શ્રાવક એટલે શ્ર = શ્રદ્ધાવંત+વ = વિવેકવંત+ક ક્રિયા કરે તે શ્રાવક.
ક્રિયાયંત અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક
શ્રાવકનું બીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ સાધુ + ઉપાસક = ભક્ત. અર્થાત્ સાધુજીની સેવાભક્તિ કરનાર તે શ્રમણોપાસક. તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય. નિશ્ચયમાં મોહનીય કર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઈત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રમણોપાસક અથવા શ્રાવક કહેવાય છે.
=
‘ધર્મરત્ન પ્રકરણ’, ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ', ‘ધર્મસંગ્રહ' આદિ ગ્રંથોમાં શ્રાવકોચિત એકવીસ ગુણોનું કથન કર્યું છે. જેમ કે,
धम्मरयणस्य जुग्गो, अखुद्दो हो रूववं पग्गइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ।। १ ।। लज्जालुओ दयालू मज्ज्ञत्थो सोमदिट्ठ गुणरागी । सक्कह सुपक्खजुत्तो, सुदीहदंसी विरं सन्नू ।। २।। वुड्ढाणुगो विणीओ, कयण्णुओ पर हिअत्थकारी
।
તદ્દ ચેવ તદ્વતો, વીસનુનેહૈિં સંપન્નો (સંજીતો) ।।૩।।
અર્થાત્ : ૧) અક્ષુદ્ર, ૨) રૂપવાન, ૩) પ્રકૃતિસૌમ્ય, ૪) લોકપ્રિય, ૫) અક્રૂર, ૬) ભીરુ, ૭) અશઠ, ૮) સુદાક્ષિણ્ય, ૯) લજ્જાળુ, ૧૦) દયાળુ, ૧૧) મધ્યસ્થ સોમદષ્ટિ, ૧૨) ગુણરાગી, ૧૩) સત્કથક, ૧૪) સુપક્ષયુક્ત, ૧૫) સુદીર્ઘદર્શી, ૧૬) વિશેષજ્ઞ, ૧૭) વૃદ્ધાનુરાગ, ૧૮) વિનીત, ૧૯) કૃતજ્ઞ, ૨૦) પરહિતાર્થકારી અને ૨૧) લબ્ધલક્ષ્ય. એમ સંપૂર્ણ એકવીસ ગુણવાળો ધર્મ પ્રાપ્તિ
~> ૧૨૭૩ ૨ >