Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
‘શ્રી ભગવતી સૂત્ર’ ૧/૯માં કહ્યું છે કે, ‘ઝાયા સામા, ગાયા સામાયર્સ અક્રે।' અર્થાત્ આત્મા સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ(ફળ) છે.
રાગદ્વેષ, વેર-ઝેર, ક્રોધાદિ કષાયોથી મુક્ત સમભાવની પરિણતિ, તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ સામાયિક છે અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું, તે સામાયિકનો અર્થ(ફળ) છે.
કોઈ પણ ભૌતિક પદાર્થોથી જેનું મૂલ્ય આંકી ન શકાય તેવી અમૂલ્ય સાધના સામાયિક છે. સામાયિકની આરાધના નરકગતિના બંધને અટકાવે છે. સાધનાના ક્ષેત્રમાં સામાયિક તે સર્વશ્રેષ્ઠ સાધના છે. તેમાં સર્વ સાધનાના અંગભૂત છએ આવશ્યકનો સમાવેશ થાય છે.
અધિકારીની અપેક્ષાએ ‘આવશ્યક નિયુક્તિ’માં સામાયિકના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧) સમ્યક્ત્વ સામાયિક, ૨) શ્રુત સામાયિક અને ૩) ચારિત્ર સામાયિક. ચારિત્ર સામાયિકના બે ભેદ છે (ક) સર્વવિરતિ સામાયિક અને (ખ) દેશિવરતિ સામાયિક.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં નવમું ‘સામાયિક વ્રત’નું સ્વરૂપ આલેખી, તેના ચાર પ્રકાર દર્શાવ્યાં છે, તેમ જ સામાયિક વ્રતના અતિચાર દર્શાવી. સામાયિક વ્રતની મહત્તા આગમ દૃષ્ટાંતો આપી બતાવી છે. જેનું ઢાલ - ૭૨ પંકિત નંબર ૮૪ થી ૯૩માં દૃશ્યમાન થાય છે. (૧૦) દેશાવગાસિક વ્રત (બીજુ શિક્ષાવ્રત)
‘દેશ’ અને ‘અવકાશ’ આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. ‘વિશ્ર્વતે गृहीतं यद्कि परिमाणं तस्यैकदेशो देश: तत्रावकाश: गमनाद्यवस्थानं देशावकाश: तेन निवृत्त દેશાવાશિમ્ ।' અર્થાત્ છઠ્ઠા વ્રતમાં જે દિશાનું ક્ષેત્ર પરિમાણ નિશ્ચિત કર્યું છે, તેના એક દેશમાં, એક વિભાગમાં અવકાશ એટલે ગમનાદિ પ્રવૃત્તિ કરવી અને તે સિવાયના ક્ષેત્રમાં ગમનાદિ દરેક પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરવા તે દેશાવગાસિક વ્રત છે.
છઠ્ઠા દિશાવ્રતમાં દિશા સંબંધી મર્યાદા જીવન પર્યંત કરવામાં આવે છે. તે મર્યાદાને એક દિવસ-રાત માટે કે ન્યૂનાધિક સમય માટે ઘટાડવી. તે દેશાવગાસિક વ્રત છે. અવકાશનો અર્થ નિવૃત્તિ પણ થાય છે. તેથી જ બીજા વ્રતોમાં પણ આ રીતે દરરોજ અથવા અમુક સમય માટે જે સંક્ષેપ કરવો તથા પ્રતિદિન ચૌદ નિયમ ધરવા તે પણ આ વ્રતમાં સમાવિષ્ટ થાય છે. લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં દસમું દેશાવગાસિક વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે. તેના પાંચ અતિચાર આલેખી, વ્રત ખંડન ન કરવો તેનો ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ – ૭૩ પંકિત નંબર ૯૫ થી ૯૮માં પ્રતીતિ થાય છે.
(૧૧) પૌષધવ્રત (ત્રીજુ શિક્ષાવ્રત)
પૌષધવ્રત એટલે પૌષધોપવાસ છે, ‘પૌષષે ૩૫વસનું પૌષધોપવાસ: ।' અર્થાત્ પૌષધમાં ઉપવશન – રહેવું તે પૌષધોપવાસ છે.
૨૬૯